જમ્મુ-કાશ્મીર: SC અનામતમાં 10%નો વધારો, OBCમાં નવી 15 જ્ઞાતિ
- આચારસંહિતા અમલી બને તે પહેલાં ભાજપનો મોટો દાવ
લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અને આદર્શ આચારસંહિતાની જાહેરાતના થોડા કલાકો પહેલા જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના અનુસૂચિત જનજાતિઓને મોટી ભેટ આપી છે. કારણ કે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને અનુસૂચિત જનજાતિ સમુદાયો માટે અલગ 10% ક્વોટાને મંજૂરી આપી છે. તેનો સીધો ફાયદો પહાડી આદિવાસીઓ - પડદરી જાતિ, કોળી અને ગડ્ડા બ્રાહ્મણોને મળશે. તેમને તાજેતરમાં અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, આ ક્વોટા ગુર્જર અને બકરવાલ સમુદાયો અને અન્ય લોકોને આપવામાં આવેલા ક્વોટાને અસર કરશે નહીં જેઓ પહેલાથી જ અનુસૂચિત જનજાતિનો દરજ્જો ધરાવે છે. તેઓ તેમના 10% ક્વોટાનો અલગથી લાભ લેવાનું ચાલુ રાખશે.
જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી વહીવટી પરિષદની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પછાત વર્ગ આયોગ અને જમ્મુ- કાશ્મીર આરક્ષણ નિયમો, 2005માં સુધારો કરવાના સમાજ કલ્યાણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી.
હવે જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ માટે કુલ ક્વોટા વધારીને 20% કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુર્જરો અને બેકરવાલોને વચન આપ્યું હતું કે તેમનો ક્વોટા છીનવી લેવામાં આવશે નહીં. ભાજપને આશા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો થશે, કારણ કે રાજૌરી અને પૂંચ જિલ્લામાં પહાડીઓની વસ્તી ઘણી વધારે છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને ઓબીસીમાં 15 નવી જાતિઓને ઉમેરવાની પણ મંજૂરી આપી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં ઘઇઈ ક્વોટા વધારીને 8% કરવામાં આવ્યો છે.