જેલર-2નું ટ્રેલર રિલીઝ, બંદૂક અને તલવાર સાથે રજનીકાંતની એન્ટ્રી
અભિનેતા રજનીકાંત ફિલ્મ ‘જેલર 2’ સાથે પડદા પર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.જેમાં રજનીકાંત એક્શનમાં જોવા મળી રહ્યા છે. 74 વર્ષની ઉંમરે પણ તે પડદા પર જોરદાર એક્શનમાં જોવા મળશે. વર્ષ 2023માં રજનીકાંતની ફિલ્મ જેલર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી, હવે મેકર્સે જેલર 2 લઈને આવ્યા છે. ટીઝર કુલ 4 મિનિટનું છે અને ખુબ રસપ્રદ છે. ટીઝરમાં રજનીકાંત પોતાના અનોખા અંદાજમાં સાથે જોવા મળે છે. તે ચશ્માથી વિરુદ્ધઓ સાથે લડતો જોવા મળે છે. ટીઝરની શરુઆતમાં જેલર 2ના નિર્દેશક નેલ્સન અને મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધ નવી સ્ક્રિપ્ટની ચર્ચા કરી રહ્યા છે. અચાનક તેની આસપાસ ગોળીઓનો વરસાદ અને તોડફોડ થવા લાગે છે. ત્યારબાદ રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી થાય છે. એક હાથમાં બંદુક અને એક હાથમાં તલવાર જોવા મળી રહી છે. ટુંકમાં જેલર 2ના ટીઝરે દિલ જીતી લીધું છે.