જય શ્રીરામ, ચાર વર્ષમાં રામ મંદિરને રૂા.55 અબજ રૂપિયાનું જંગી દાન મળ્યું
ઉદઘાટન બાદ પ્રતિદિન સરેરાશ 1 કરોડનું દાન
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની શરૂૂઆત કરનાર આ ઐતિહાસિક દિવસથી રામભક્તો એટલા ખુશ થયા કે મંદિરના નિર્માણ માટે દેશ અને દુનિયામાંથી પૈસા એકઠા થવા લાગ્યા.
તાજેતરની માહિતી અનુસાર ભૂમિપૂજન બાદ છેલ્લા 4 વર્ષમાં ભક્તોએ રામ મંદિર માટે 55 અબજ રૂૂપિયાનું જંગી દાન આપ્યું છે. રામ લલ્લાને મળેલા આ પ્રસાદે ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ઉપરાંત રામલલા પણ અબજોપતિ બની ગયા છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન બાદ ટ્રસ્ટે વર્ષ 2021માં ફંડ સમર્પણ અભિયાન શરૂૂ કર્યું હતું.
આ અભિયાનમાંથી ટ્રસ્ટને 3500 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જેમાં વિદેશમાં રહેતા રામ ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ વિદેશી દાન અમેરિકા અને નેપાળમાંથી આવ્યું હતું.
નિધિ સમર્પણ અભિયાનમાં મળેલા 3500 કરોડ રૂૂપિયાના દાન બાદ ટ્રસ્ટને છેલ્લા 3 વર્ષમાં 200 કરોડ રૂૂપિયાનું દાન પણ મળ્યું છે. આ રીતે ભૂમિપૂજનથી અયોધ્યા રામ મંદિરને લગભગ 5500 કરોડ રૂપિયા અથવા 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. આમાં ઘણા મોટા દાતાઓ પણ સામેલ છે, જેમણે કરોડો રૂપિયા અને ઘણા કિલો સોનું અને ચાંદી દાનમાં આપ્યું છે.
22 જાન્યુઆરી 2024 ના રોજ, પીએમ મોદીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી રામ મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. સ્થિતિ એવી હતી કે રામલલાના દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી અને વિદેશમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવવા લાગ્યા. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. આ ભક્તોએ રામ મંદિરમાં દરરોજ સરેરાશ 1 કરોડ રૂપિયાનો પ્રસાદ ચઢાવ્યો હતો. જો કે રામ મંદિરનું નિર્માણ હજુ પૂર્ણ થયું નથી અને નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.