ICCના પાંચમા ભારતીય ચેરમેન બનતા જય શાહ
ક્રિકેટની નીતિઓ ઉપરાંત સભ્ય દેશો સાથે સંબંધો મજબૂત કરવાની ભૂમિકા ભજવશે
BCCIના સેક્રેટરી જય શાહ ડિસેમ્બરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ હાઈ-પ્રોફાઈલ પોસ્ટ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. BCCIના સચિવ જય શાહ ઈંઈઈમાં ચૂંટાયેલા પાંચમા ભારતીય બન્યા છે. તેમના પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર આ પદ માટે ચૂંટાઈ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ICC 20 ઓગસ્ટે કહ્યું હતું કે બાર્કલે ત્રીજી વખત ચેરમેન નહીં બને. તેઓ 2020થી આ પોસ્ટ પર હતા. તેઓ નવેમ્બરમાં તેમનું પદ છોડી દેશે. શાહ હાલમાં ICCની ફાઈનાન્સ અને કોમર્સ પેટાસમિતિના અધ્યક્ષ પણ છે. જય શાહનું પદ એટલે કે BCCIમાં સેક્રેટરીનું પદ માનદ પદ હતું. આવી સ્થિતિમાં તેમને કોઈ પગાર મળ્યો ન હતો. ICCના અધ્યક્ષ બન્યા બાદ પણ જય શાહનો કોઈ પગાર નહીં હોય.
ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ઈંઈઈ અધ્યક્ષ, ઈંઈઈ વાઇસ ચેરપર્સન, ડિરેક્ટરો (જ્યાં લાગુ હોય) સમયાંતરે ભથ્થાં મેળવે છે. એટલે કે, ઈંઈઈ અધિકારીઓને મિટિંગ અને અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપવા બદલ મહેનતાણું મળે છે. ક્રિકેટની દુનિયામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ICCઅધ્યક્ષ ક્રિકેટને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરે છે. ઈંઈઈ અધ્યક્ષ, ક્રિકેટિંગ નીતિઓ લાગુ કરવા ઉપરાંત, સભ્ય દેશો સાથેના સંબંધોને પણ મજબૂત બનાવે છે. ચેરમેન વિવિધ બોર્ડ મિટિંગોની અધ્યક્ષતા કરે છે, જ્યાં નિયમો અને નીતિ ઘડતર સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. ઈંઈઈ અધ્યક્ષનો પ્રભાવ સમગ્ર ક્રિકેટ જગતમાં જોવા મળે છે. તેમના નિર્ણયો માત્ર સભ્ય દેશોને જ નહીં, પણ ખેલાડીઓ, અમ્પાયરો અને દર્શકોને પણ અસર કરે છે. પ્રભાવશાળી અધ્યક્ષ ક્રિકેટને નવા દર્શકો સુધી લઈ જવામાં મદદરૂૂપ થાય છે.