For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાઠગ સુકેશુ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સામેલ: ઇડી

01:28 PM Feb 01, 2024 IST | Bhumika
મહાઠગ સુકેશુ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સામેલ  ઇડી

દિલ્હી હાઇકોર્ટમાં ઇડી દ્વારા સ્ફોટક વિગતો રજુ, વધુ સુનાવણી 15 એપ્રિલના

Advertisement

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. સુકેશ ચંદ્રશેખર સામે ચાલી રહેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ મામલે જેકલીન ફર્નાન્ડીઝ પણ મુસીબતમાં મુકાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ ઇડી દ્વારા આ મામલે જેકલીન ફર્નાન્ડીઝની પુછપરછ પણ કરવામાં આવી છે. બહુચર્ચિત કેસમાં ઇડીએ દિલ્હી હાઇકોર્ટમાં સ્ફોટક વિગતો રજુ કરી છે.
ઇડીએ દિલ્હી હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવેલા ગુનામાં જેકલીન બધુ જાણતી હતી. સુકેશ ચંદ્રશેખરે કરેલા ગુના અંગે જેકલીનને ખબર હતી છતાં તેણે જાણી જોઇને આ રૂૂપિયા પોતાની પાસે રાખ્યા અને એનો ઉપયોગ પણ કર્યો હતો.

સુકેશ ચંદ્રશેકર દ્વારા આચરવામાં આવેલા કથિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન સામે પણ કેસ નોંધવા ઇડીની માંગ હતી. જે મામલે કોર્ટે ઇડી પાસે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ઇડીએ કોર્ટમાં સ્ફોટક વિગતો રજુ કરી છે. ઇડીનો દાવો છે કે, મની લોન્ડરિંગ કેસમાં જેકલીન બધુ જાણતી હતી.

Advertisement

કોર્ટ સમક્ષ જવાબ આપતાં ઇડીએ દાવો કર્યો કે, જેકલીન અત્યાર સુધી સચ્ચાઇ છુપાવતી આવી છે. સુકેશ ચંદ્રશેખરની ધરપકડ બાદ જેકલીને ફોનમાંથી બધો ડેટા નાશ કરી પુરાવા સાથે છેડછાડ કરી છે. જેકલીને એના સાથીઓને પણ પુરાવા નાશ કરવા કહ્યું હતું.

ઇડીએ તો એ પણ દાવો કર્યો કે, જેકલીનને બધી ખબર હતી અને એ એને એન્જોય કરતી હતી. જેકલીનને એ પણ ખબર હતી કે લીના મારિયા સુકેશની પત્ની છે આમ છતાં જેકલીને સુકેશ સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. ઇડીએ એ પણ કહ્યું કે, કેસના પ્રારંભે જેકલીન ફર્નાન્ડીઝે એવો પ્રયાસ કર્યો હતો કે, તે સુકેશના ષડયંત્રનો ભોગ બની હતી. જોકે તપાસ દરમિયાન જેકલીન આ સાબિત કરવા કોઇ ઠોસ પુરાવા રજુ કરી શકી ન હતી.

જેકલીન આ મામલે પોતાના બચાવમાં કહે છે કે, તે નિર્દોષ છે અને તે સુકેશના ષડયંત્રનો ભોગ બની છે. સુકેશ અને એના સહયોગીઓ દ્વારા આચરાયેલા આ ગુના અંગે તેને કોઇ જાણકારી નથી અને એટલે તેણી પર પીએમએલએની કલમ 3 અને 4 અંતર્ગત તેની સામે કાર્યવાહી ન કરી શકાય. ઇડી દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા પુરાવા અને વિગતો જોતાં તેમજ જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા આ કેસમાં પોતાનો જવાબ રજુ કરવા માટે સમયની માંગ કરાતાં કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી તારીખ 15 એપ્રિલ આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement