For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારી ભૂલ હતી, સરફરાઝ ખાનને આઉટ કરાવ્યા અંગે જાડેજાની ભાવુક પોસ્ટ

12:54 PM Feb 16, 2024 IST | Bhumika
મારી ભૂલ હતી  સરફરાઝ ખાનને આઉટ કરાવ્યા અંગે જાડેજાની ભાવુક પોસ્ટ
  • જાડેજાની આ ભૂલ સામે કેપ્ટન રોહિત શર્મા પણ ગુસ્સે થયા હતા

Advertisement

ડેબ્યૂ મેચમાં સરફરાઝ ખાનને રન આઉટ કરાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ભાવૂક પોસ્ટ લખી છે. જેમાં તે માફી માગતા દેખાય છે. ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ હતી. આ મેચમાં ભારત તરફથી સરફરાઝ ખાન અને ધ્રુવ ઝુરેલે ડેબ્યૂ કર્યું. સરફરાજ ખાને પોતાની 62 રનની ઈનિંગ્સથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. જો કે, આજના દિવસે સરફરાઝ ખાનની ઈંનિંગ્સ કરતા તે રન આઉટના કારણે વધારે ચર્ચામાં રહ્યો હતો.

હકીકતમાં જોઈએ તો, બેટીંગ દરમ્યાન ઈનિંગ્સની 81મી ઓવર જેમ્સ એંડરસન નાખી રહ્યો હતો. જેમાં નોન સ્ટ્રાઈક પર ઊભેલા સરફરાઝ સાથે બેટીંગમાં રવિન્દ્ર જાડેજાના ખોટા કોલનો શિકાર થઈ ગયો અને તેને આઉટ થવું પડ્યું. આ દ્રશ્ય જોયા બાદ મેદાન પર હાજર સૌ કોઈને નવાઈ લાગી હતી કે, આ શું થઈ ગયું. પણ હવે તેના પર રવિન્દ્ર જાડેજાએ મૌન તોડતા સોશિયલ મીડિયા પર પોતાની ભૂલ માની સરફરાઝ પાસે માફી માગી છે.

Advertisement

સરફરાજ ખાનના રન આઉટ બાદ કપ્તાન રોહિત શર્મા પણ ગુસ્સે જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, સરફરાજ ખાન જ્યારે મેદાન પર બેટીંગ કરવા આવ્યો તો શરુઆતથી જ આક્રમક અંદાજમાં બેટીંગ કરતો હતો. ડેબ્યૂ મેચમાં તે પોતાના શોટ્સ રમવાથી જરાં પણ ગભરાતો નહોતો, તેનો ફાયદો ઉઠાવતા તેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. સરફરાજ ખાન ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી ફાસ્ટ અડધી સદી ફટકારનારો ત્રીજો ભારતીય બન્યો . પણ તેના રન આઉટ થયા બાદ સૌ હેરાન થઈ ગયા હતા. હવે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે, મને સરફરાઝ ખાન માટે ખૂબ જ ખોટું લાગી રહ્યું છે. તે ખૂબ જ સારુ રમી રહ્યો હતો. પણ તે રન આઉટમાં મારી ભૂલ હતી. મેં ખોટો કોલ કર્યો હતો. સરફરાઝ રનઆઉટ થયા બાદ તે ઘણો જ નિરાશ જોવા મળ્યો. તેણે એક વખત જાડેજા તરફ જોયું અને પછી પેવેલિયન પરત ફર્યો. આ વચ્ચે કેપ્ટન રોહિત શર્માની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે. સરફરાઝ રન આઉટ થતાં જ રોહિત જોરદાર ગુસ્સે થયો હતો. તે ડ્રેસિંગ રુમમાં ઊભો હતો. તેણે ગુસ્સામાં પોતાની ટોપી ફેંકી હતી. એવું લાગી રહ્યું હતું કે તે જાડેજાના રન લેવાના નિર્ણયથી નિરાશ હતો. જાડેજાની ભૂલને કારણે જ સરફરાઝે વિકેટ ગુમાવવી પડી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement