રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણી બોન્ડ ખરીદનારી 1300 કંપનીઓને આઇટીની નોટિસ

05:43 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુપ્રીમ કોર્ટે બોન્ડને ગેરબંધારણીય ઠેરવ્યા બાદ ઇન્કમટેકસ વિભાગે ગાળિયો કસ્યો

ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષો દ્વારા ફંડ એકત્ર કરનારી કંપનીઓ પર ટેક્સ ઓથોરિટી ચાંપતી નજર રાખી રહી છે. જે કંપનીઓએ રાજકીય પક્ષોને દાન આપ્યું હતું તેમને હવે ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસો મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ કેટલીક કંપનીઓને આ સંદર્ભે નોટિસ મળી છે. જેમણે ચેરિટીમાં યોગદાન માટે ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો તેવી કંપનીઓ જેમ કે, ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રૂપ, મેઘા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રૂપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા સહિતની કંપનીઓમાંથી 1300 જેટલી કંપનીઓને ઈનકમ ટેક્સની નોટિસ મળી છે.

ઈલેક્ટોરલ બોન્ડની જાન્યુઆરી 2018થી શરૂૂઆતથી અત્યારસુધીમાં રાજકીય પક્ષોએ રૂૂ. 16,518 કરોડનું દાન મેળવ્યું હતું. જો કે, 15 ફેબ્રુઆરીના રોજ, દેશની સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. જેનાથી કોર્પોરેટ દાતાઓમાં તેમના યોગદાન પર ટેક્સની અસરો અંગે ચિંતા વધી હતી. મોટી-મોટી કંપનીઓએ આગામી બજેટમાં હસ્તક્ષેપ અને સંભવિત રાહતની માંગણી માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

ઈલેક્ટોરલ બોન્ડ મારફત ફંડ મેળવવામાં ભાજપ અગ્રેસર રહ્યું હતું. સૌથી વધુ ફંડ મેળવનાર ટોચના ચાર રાજકીય પક્ષોમાં ભાજપને કુલ રૂૂ. 6,986.5 કરોડનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડમાંથી પ્રાપ્ત થયુ છે. જેમાંથી 2019-20માં રૂૂ. 2555 કરોડ પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂૂ. 1,397 કરોડ, કોંગ્રેસને કુલ રૂૂ.1,334.35 કરોડ મળ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ રૂૂ.1,322 કરોડના મૂલ્યના બોન્ડ રિડીમ કર્યા હતા.
દ્રવિડ મુનેત્ર કઝગમને રૂૂ. 656.5 કરોડ મળ્યા હતા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગ તરફથી રૂૂ. 509 કરોડ સમાવિષ્ટ છે. સમાજવાદી પાર્ટીને રૂૂ.14.05 કરોડ, અકાલી દળને રૂૂ. 7.26 કરોડ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (અઈંઅઉખઊં)ને રૂૂ. 6.05 કરોડ, નેશનલ કોન્ફરન્સને રૂૂ. 50 લાખ મળ્યા હતા. બીજુ જનતા દળને રૂૂ. 944.5 કરોડ, યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી રૂૂ. 442.8 કરોડ, તેલુગુ દેશમ પાર્ટી રૂૂ. 181.35 કરોડ મળ્યા હતા.

આ સિવાય બહુજન સમાજ પાર્ટી , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ), અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ ઈલેક્ટોરલ બોન્ડ મારફત કોઈ ફંડ મેળવ્યુ નથી.

Tags :
Election bondsindiaindia newsNotice
Advertisement
Next Article
Advertisement