કેદીની વહેલી મુક્તિનો નિર્ણય સરકારનો અધિકાર, કોર્ટ પાસે જામીન માગવા અયોગ્ય
મદ્રાસ હાઈકોર્ટે કારાવાસની સજા કાપી રહેલા કેદીઓની સમય પહેલાં મુક્તિ અને વચગાળાના જામીન (Interim Bail) ને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, દોષિત કેદીની વહેલી મુક્તિ પર નિર્ણય લેવો એ માત્ર સરકારનો અધિકાર છે અને તેને કોર્ટમાં અધિકાર તરીકે માંગી શકાય નહીં. સજા સંભળાવ્યા બાદ આરોપી કોર્ટની કસ્ટડીમાં રહેતો નથી, તેથી કોર્ટ પાસેથી જામીન કે વચગાળાના જામીનની માંગણી કરવી ન્યાયિક પ્રક્રિયાને અનુરૂૂપ નથી.
જસ્ટિસ એન સતીશ કુમાર અને જસ્ટિસ એમ જ્યોતિ રામનની ખંડપીઠે 19 નવેમ્બરે 13 અરજદારોની અરજીઓ ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ અરજીઓમાં કેદીઓને વચગાળાના જામીન આપવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે તેમની સમયપૂર્વ મુક્તિની અરજી હજી સરકાર પાસે પેન્ડિંગ હતી.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જ્યારે આરોપીને સજા સંભળાવવામાં આવે છે, ત્યારે કોર્ટની કસ્ટડી સમાપ્ત થઈ જાય છે અને તે સરકાર અથવા જેલ સત્તામંડળના હેઠળ આવી જાય છે. આ સ્થિતિમાં, બંધારણના અનુચ્છેદ 226 હેઠળ હાઇકોર્ટ વચગાળાના જામીન આપી શકતી નથી, કારણ કે કોર્ટ પાસે આવું કરવાનો કાયદાકીય અધિકાર હોતો નથી. કેદીઓને માત્ર તમિલનાડુ સસ્પેન્શન ઑફ સેન્ટેન્સ રૂૂલ્સ હેઠળ સજા નિલંબનનો વિકલ્પ મળે છે.
વધુમાં અદાલતે કહ્યું કે, અરજદારો દ્વારા દાખલ કરાયેલી તમામ અરજીઓ આ આધાર પર ટકી શકતી નથી કે સરકારમાં પેન્ડિંગ કેસને કારણે કેદીઓને વચગાળાની રાહત મળવી જોઈએ. સરકારે ઘણા પરિબળોને ધ્યાનમાં રાખીને સમયપૂર્વ મુક્તિ પર નિર્ણય કરવો પડે છે. તેથી, તેને અધિકાર માનીને કોર્ટમાં માંગણી કરવી ભૂલભરેલી છે.
ખંડપીઠે જણાવ્યું કે, સસ્પેન્શન ઑફ સેન્ટેન્સ રૂૂલ્સના નિયમ 40 હેઠળ સરકાર પાસે આ વિવેકાધિકાર છે કે તે કોઈપણ કેદીને અસ્થાયી મુક્તિનો લાભ આપી શકે છે. સરકારે આવા કિસ્સાઓમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ અને જરૂૂરિયાતમંદ કેદીઓને રાહત આપવી જોઈએ, જેથી બિનજરૂૂરી રીતે અદાલતોમાં વચગાળાના જામીનની અરજીઓ દાખલ ન થાય. આ નિર્ણય સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે કેદીની વહેલી મુક્તિની અરજી સરકાર પાસે પેન્ડિંગ હોય, ત્યારે હાઇકોર્ટમાં વચગાળાના જામીન, વચગાળાની રજા અથવા તેની અવધિ વધારવા સંબંધિત અરજીઓ હવે સ્વીકારવામાં આવશે નહીં.