ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GSTમાં ધરખમ સુધારાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવું જરૂરી

10:56 AM Sep 05, 2025 IST | Bhumika
Representative collage | PTI/Shutterstock
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે કરેલા ભાષણમાં જીએસટીના દરોમાં ઘટાડો કરીને દિવાળી પહેલાં દેશના મધ્યમ વર્ગને મોટી ભેટ આપવાની જાહેરાત કરેલી. મોદીએ આ વચન પાળ્યું છે અને જીએસટીના ચાર સ્લેબની જગાએ બે જ સ્લેબ કરી નાંખીને લોકોને મોટી રાહત આપી છે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે તેથી લોકોની દિવાળી તો સુધરશે જ પણ નવરાત્રિ પણ સુધરશે.

Advertisement

લક્ઝુરીયસ ચીજો અને તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવામાં આવશે એવી જાહેરાત પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે તેથી વાસ્તવિક રીતે જીએસટીના ત્રણ સ્લેબ રહેશે પણ સામાન્ય માણસને અસર કરતી મોટા ભાગની નહીં બલ્કે તમામ ચીજો બે સ્લેબમાં આવરી લેવાઈ છે તેથી સામાન્ય માણસ માટે આ જાહેરાત ફાયદાકારક છે. મધ્યમ વર્ગને સૌથી મોટો ફાયદો હેલ્થ ઈન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેઈમ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ નાબૂદ કરવાથી થશે કેમ કે તેનું સીધું ભારણ મધ્યમ વર્ગના ખિસ્સા પર આવતું હતું. મધ્યમ વર્ગ માટે હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ અનિવાર્ય થઈ ગયા છે.

મોદી સરકારની જાહેરાત એ રીતે પણ મહત્ત્વની છે કે, મધ્યમ વર્ગને રાહત આપવા માટે જીએસટીમાં કરાયેલા ફેરફારથી સરકારની આવક ના ઘટે તેનું પણ ધ્યાન રખાયું છે. તેના કારણે વિકાસનાં કામો ખોટકાશે કે તેમના માટે ઓછું ફંડ મળશે એ ડર રાખવા જેવો નથી.

મોદી સરકારે લોકોને ફાયદો કરાવતી જાહેરાતો કરીને -પ્રસંશનીય કામ કર્યું છે તેમાં શંકા નથી પણ વધારે જરૂૂરી બાબત તેનો પ્રમાણિકતાથી અમલ થાય અને લોકોને સીધો -ફાયદો મળે એ છે. આપણે ત્યાં ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે -કર્યાં કાઠાં જેવી હાલત છે. સરકાર લોકોને ફાયદો કરાવવા -માટે કોઈ પણ જાહેરાત કરે એટલે તેમાંથી કઈ રીતે વધારે -નફો કમાવવો તેનાં તિકડમ શરૂૂ થઈ જતાં હોય છે. રિઝર્વ -બેંક રેપો રેટમાં ઘટાડો કરે પછી મોટા ભાગની બેંકો ઘટાડો -થયો હોય તેના પ્રમાણમાં લોકોને રાહત નથી આપતી એ આપણો વરસોનો અનુભવ છે. કંપનીઓ -પણ ચીજોના ભાવ થોડાક વધારીને લોકોને પૂરેપૂરી રાહત ના આપે એવી શક્યતા પ્રબળ છે તેથી સરકારે લોકોને પૂરેપૂરો -ફાયદો મળે એ માટે ગાળિયો કસવો પડે.

Tags :
GSTGST SLABindiaindia newstax
Advertisement
Next Article
Advertisement