For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાઇનસ, શરદી અને એલર્જીના લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો જરૂરી

11:50 AM Oct 19, 2024 IST | Bhumika
સાઇનસ  શરદી અને એલર્જીના લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો જરૂરી
Advertisement

સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી સામાન્ય ક્રોનિક બીમારીઓમાંની એક ગણાય છે. સાઈનસ, સાદી શરદી અને એલર્જી- આ ત્રણેયનાં લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂૂરી છે.

સૌથી પહેલાં તો, સાઈનસ એટલે શું?સાઈનસાઈટિસ એ અસ્વસ્થ કરી દેતી બિમારી છે. દરેક મનુષ્યની ખોપરી (સ્કલ)માં હવાથી ભરેલી ખાલી જગ્યા પોલાણ હોય જ છે. આ જગ્યાઓ કપાળ, ગાલ, આંખ અને નાકની આસપાસની વિસ્તારમાં આવેલી હોય છે. આ વિસ્તારમાં બહુધા ચીકણું પ્રવાદી હોય છે/ તેમાં કોઈ બેક્ટેરિયા કે કીટાણુઓ હોતાં નથી. ત્યાં જમા થતું ચીકણું પ્રવાહી પણ નીકળી જ જાય છે અને હવા તેનું સ્થાન લઈ લે છે. શરીરની આ સહજ પ્રક્રિયા ખોરવાઈ જાય ત્યારે આ પોલાણમાં ચીકણું પ્રવાહી રહી જાય ત્યારે તેમાં બેક્ટેરિયા કીટાણુ, ફૂગ વિકસવા માંડે છે. તેનાથી થતી તકલીફ સાઈનસા-ઈટીસ. સાઈનસના ટૂંકા નામથી પણ ઘણા લોકો આ તકલીફને ઓળખે છે.

Advertisement

સાઈનસના બે પ્રકાર છે.


એક્યુટ સાઈનસ અભીયિં:
એક્યુટ સાઈનસમાં તીવ્ર દુ:ખાવો થાય છે. ત્રણથી ચાર અઠવાડિયાં કે તેનાથી ઓછા સમય માટે થઈ શકે છે. સાઈનસ કે ખોપરીના પોલાણમાં ઘર કરી ગયેલા બેક્ટેરિયાને કારણે આ તકલીફ થાય છે. ત્રણ માસથી વધુ સમય સુધી આ તકલીફ રહેતો તે ક્રોનિક થઈ જાય છે.

ક્રોનિક:
લાંબો સમય શરદી રહે તેને ઈવજ્ઞિક્ષશડ્ઢ જશક્ષીતશશિંત તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયાનું ઇન્ફેકશન વધી જતાં આ તકલીફ થાય છે. પોલાણમાં ફૂગ થઇ જાય છે. સતત શરદી રહેતી હોય તેમને, ધુમ્રપાન કરનારાઓને, કેમોથેરાપી લેનારાઓને કે પછી વિમાનની મુસાફરી કરનારાઓને આ તકલીફ થવાની શક્યતા વધુ રહે છે.

-તકલીફ ધરાવનારાઓને વારંવાર ઉધરસ આવે છે
-થાક લાગે છે

  • તાવ પણ આવી જાય છે
    -માથું દુ:ખવાની તકલીફ પણ થાય જ છે. ખાસ કરીને આંખની પાછળના ભાગમાં સાઈનસના પોઈન્ટ પર આ તરલીફ અનુભવાય છે.
  • નાકમાંથી સતત પાણી કે કફ નીકળવાની તકલીફ રહે છે.
    આ તકલીફ ધરાવનારાઓને ગળા નીચે ખોરાક ઉતારવામાં પણ તકલીફ પડે છે.
  • જુદી જુદી ગંધ-સુગંધને પારખવામાં પણ તકલીફ પડે છે.
    સાઈનસ થવાનાં કારણો ઘણાં છે. સાઈનસમાં રહેલી ઝીણી રૂૂંવાટીઓની કામગીરી અટકી જાય ત્યારે પણ આ તકલીફ થાય જ છે. આ જ ઝીણી રૂૂંવાટીઓ સિલિયા તરીકે ઓળખાય છે. તેની કામગીરી પોલાણમાં જમા થતાં ચીકણા પદાર્થ કે પ્રવાહીને બહાર ધકેલવાનું છે.સતત શરદી રહેતાં શરીરમાં વધુ પડતું ચીકણું પ્રવાહી નિર્માણ થતું હોય તો આ તકલીફ થઈ શકે છે. આ ચીકણા પ્રવાહીને કારણે સાઈનસનું પોલાણ ભરાઈને બંધ થઈ જાય છે.
  • વાંકો પડદો: નાકનો પડદો વાંકો હોય તો પણ સાઈનસની તકલીફ થાય છે.
    મસો: નાકમાં મસો થયો હોય તેવી વ્યકિતને પણ સાઈનસની તકલીફ થઈ શકે છે
  • જો સાયનસ તીવ્ર માત્રામાં હોય તો ડોકટર પાસે જઈ દવા લેવી. આયુર્વેદિક એને હોમિયોપથીદ દવા પણ અસરકારક નીવડે છે. આયુર્વેદ મા નાસ્ય પધ્ધતિ પણ સાયનસ મા રાહત મેળવવા માટે ખૂબ સારી નીવડે છે. આ ઉપરાંત ઘણા ઘરગથ્થુ ઉપચાર પણ છે તે વિશે જાણીયે
  • મધ
    ઘરમાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સાયનસમાંથી છૂટરકારો મેળવી શકો છો. મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે. જેથી રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાક અને ગળાનું ઈન્ફેક્શન દૂર થાય છે અને સાયનસમાં પણ રાહત મળે છે.
  • એપ્પલ સાઈડર વિનેગર
    એપ્પલ સાઈડર વિનેગર પણ સાયનસમાં બહુ જ લાભકારક છે. તેમાં રહેલાં ઔષધીય ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ સાયનસનો દુખાવો દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણાં 1 ચમચી એપ્પલ સાઈડ વિનેગર મિક્સ કરીને પી શકો છો.
  • એસેન્શિયલ ઓઈલ
    સાયનસનો ઈલાજ વિવિધ એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. તેમાં લવેન્ડર, ફુદીના, લીંબુ, પાઈન અને લવિંગનો ઉપયોગ કરી શકાય છે. આ ઓઈલના થોડાં ટીપાં લઈ નાક અને માથા પર માલિશ કરવાથી આરામ મળે છે. નિયમિત આ ઓઈલનો ઉપયોગ કરવો.
  • લેમન બામ
    સાયનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લેમન બામ પણ ખૂબ જ સારો ઉપાય છે. તેનો ઉપયોગ તાવ, શરદી અને ફ્લૂના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. તમે લેમન બામ છાતી, નાક અને માથા પર લગાવી શકો છો.
  • તજ : સાયનસ પેદા કરનાર સૂક્ષ્મજીવોને તજ તદ્દન સમાપ્ત કરી દે છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી તજ પાવડર મિક્સ કરો અને દિવસમાં એક વાર પીવો. આવું બે અઠવાડિયા સુધી સતત કરો. આમાં એકેય દિવસ છૂટવો ન જોઇએ.
  • મેથી દાણા : એક વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને તેમાં 3 ચમચી મેથી દાણા નાંખીને ઉકાળી લો. પછી 10 મિનિટ માટે આંચ ધીમી કરી દો અને પછી આ ચાને દિવસમાં 2થી 3 વાર પીવો. આવું આપે એક અઠવાડિયા સુધી સતત કરવું પડશે.
  • કાળી મરી :
    1 વાટકા સૂપમાં 1 નાની ચમચી કાળી મરી પાવડર નાંખો અને ધીમે-ધીમે પીવો. આવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો. કાળી મરીનાં સેવનથી સાયનસનો સોજો ઓછો થઈ જશે અને કફ સુકાઈ જશે.
    આ રીતે વિવિધ ઉપાયો દ્વારા સાયનસથી રાહત મેળવી શકાય છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement