રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપ નેતાના ઘરે IT વિભાગે પાડ્યા દરોડા, 4 મગર મળી આવતાં અધિકારીઓ પણ ફફડ્યા

10:32 AM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

મધ્યપ્રદેશમાં પૂર્વ ધારાસભ્યના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોનું, કરોડો રૂપિયાની રોકડ અને બેનામી ઈમ્પોર્ટેડ કાર ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય હરવંશ સિંહ રાઠોડના ઘરેથી એવી વસ્તુઓ મળી આવી હતી, જેને જોઈને ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. પૂર્વ ધારાસભ્યના ઘરની અંદર એક તળાવ હતું, જેમાં તેણે 4 મગર પણ રાખ્યા હતા. . આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને રેસ્ક્યૂ કરાયા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisement

કરોડોની કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગે રવિવારથી સાગરમાં હરવંશ સિંહ રાઠોડ અને ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેશ કેશરવાનીના ઘરે દરોડા પાડ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે દરોડામાં 155 કરોડ રૂપિયાની કરચોરી બહાર આવી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત 3 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. જ્વેલરીની કિંમત પણ કરોડોમાં જશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હરવંશ સિંહ રાઠોડ સાથે બીડીનો વ્યવસાય કરનાર કેશરવાણીએ એકલા હાથે 140 કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવ્યો હતો. દરોડા દરમિયાન આને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે. તે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય પણ કરતો હતો.

હરવંશ સિંહ રાઠોડના ઘરના નાના તળાવમાં પણ 4 મગર જોવા મળ્યા હતા, જે બાદ આવકવેરા વિભાગે વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગે મગરોનું રેસ્ક્યૂ અને તેમને સલામત સ્થળે મોકલવાનું શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ મગરોની સ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય તપાસ પૂર્ણ થયા પછી તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે. ઘરની નજીક મગર મળવાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ચર્ચા કરવા લાગ્યા કે ઘરમાં મગર કેમ રાખવામાં આવે છે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

કેશરવાણીના ઘરે, અધિકારીઓને ઘણી બેનામી ઈમ્પોર્ટેડ કાર પણ મળી, જે કેશરવાણી પરિવારના કોઈપણ સભ્ય હેઠળ નોંધાયેલી ન હતી. આવકવેરા વિભાગે ટ્રાન્સપોર્ટ વિભાગ પાસેથી કારની માહિતી માંગી છે અને આ કાર તેમની પાસે કેવી રીતે આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સાગર જિલ્લાના વેપારી અને ભાજપના નેતા હરવંશ સિંહ રાઠોડ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને જિલ્લા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર પણ હતા. તેમના પિતા હરનામ સિંહ રાઠોડ મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી હતા.

Tags :
crocodilesincome taxindia newsIT department raidMPMP news
Advertisement
Next Article
Advertisement