For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇસરોએ ચંદ્રયાન-3ના ડેટા સાર્વજનિક કર્યા

11:10 AM Aug 24, 2024 IST | admin
ઇસરોએ ચંદ્રયાન 3ના ડેટા સાર્વજનિક કર્યા

મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠે વિશ્ર્વને ભેટ

Advertisement

ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠ પર ઇસરોએ શુક્રવારે વિશ્વભરના સંશોધકો માટે મિશન સાથે સંબંધિત વૈજ્ઞાનિક ડેટા વિશ્ર્લેષણ કરવા સાર્વજનિક કરી દીધો. એજન્સીએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરના પાંચ પેલોડમાંથી મેળવેલ 55 ગીગાબાઇટ્સ (જીબી) થી વધુ ડેટા સાર્વજનિક કર્યો છે. ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારતે ચંદ્રયાન-3 મિશનના ચંદ્રના દક્ષિણી ક્ષેત્રમાં ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો.

ઈસરોના વડા એસ.એસ. સોમનાથે અહીં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીમાં જણાવ્યું હતું કે, આ ડેટા માત્ર એવા વૈજ્ઞાનિકો પૂરતો મર્યાદિત રહેશે નહીં કે જેમણે તે સાધનો બનાવ્યા છે, પરંતુ દેશ અને વિશ્વના તમામ સંશોધકોને વિશ્ર્લેષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચંદ્રયાન-3 ડેટા સેટ ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (આઇએસએસડીસી) ના પોલિસી-આધારિત ડેટા પુન:પ્રાપ્તિ, વિશ્ર્લેષણ, પ્રસાર અને અધિસૂચના પ્રણાલી (ઙછઅઉઅગ) પોર્ટલ પર ઉપલબ્ધ છે.

Advertisement

પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટીનું પાર્થિવ રાસાયણિક પૃથ્થકરણ કર્યું, જેણે ચંદ્રની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ વિશે વધુ સારી સમજ આપી છે. આ માહિતી ચંદ્ર પર ભાવિ સંશોધન અને સંભવિત સંસાધનોના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ના ડેટાનો અભ્યાસ કર્યા બાદ અનુમાન લગાવ્યું છે કે ચંદ્ર મેગ્માના વિશાળ મહાસાગરમાંથી વિકસિત થયો હતો જે પાછળથી ઠંડો થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement