રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગ સાથે ઇશરો મિશનની સદી

11:23 AM Jan 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભારતીય અવકાશ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચ કરીને સદી પૂર્ણ કરી છે. બુધવારે આ સ્પેસપોર્ટ પરથી નેવિગેશન સેટેલાઇટNVS-02 વહન કરતું GSLV રોકેટ ઉડાન ભરી ગયું, જેISROનું 100મું મિશન છે. મંગળવારે સ્પેસ સેન્ટરથી 27 કલાકનું કાઉન્ટડાઉન શરૂૂ થયું.ISROના જણાવ્યા મુજબ, આ ઉપગ્રહના મુખ્ય ઉપયોગોમાં પાર્થિવ, હવાઈ અને દરિયાઈ નેવિગેશન, ચોકસાઇ કૃષિ, મોબાઇલ ઉપકરણોમાં સ્થાન-આધારિત સેવાઓ, ઉપગ્રહો માટે ભ્રમણકક્ષા નિર્ધારણ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) આધારિત એપ્લિકેશન, કટોકટી સેવાઓ અને સમય સેવાઓ સામેલ થાય છે.

GSLV-F15એ ભારતના જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV-)ની 17મી ઉડાન છે અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 11મી ઉડાન છે. સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજ સાથે GSLV-ની આ 8મી ઓપરેશનલ ઉડાન છે અને ભારતના અવકાશ કેન્દ્રથી 100મી લોન્ચિંગ છે. આ નેવિગેશન સેટેલાઇટ (ગટજ-02) પરિવહનમાં યોગ્ય ટ્રેકિંગ અને માર્ગદર્શનમાં મદદ કરશે. તે હવા અને દરિયાઈ ટ્રાફિકને કાર્યક્ષમ રીતે ટ્રેક કરશે. તેમજ લશ્કરી કામગીરી હાથ ધરવા માટે સલામત, સ્થાનિક નેવિગેશન રાખવાથી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે.

આ લોન્ચ ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સેટેલાઇટ જૂથને અપડેટ કરશે. જેમાં અવકાશમાં કુલ 7 ઉપગ્રહો હશે. આ 100મા લોન્ચ સાથે ભારત પાસે 7માંથી 5 ઉપગ્રહો ભ્રમણકક્ષામાં હશે. નોંધનીય છે કે લોન્ચ પહેલાં,ISROના અધ્યક્ષ ડો. વી. નારાયણન વૈજ્ઞાનિકોની ટીમ સાથે તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. તેમણે રોકેટનું મોડેલ ભગવાનના ચરણોમાં મૂક્યું અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી.

Tags :
indiaindia newsIsronavigation satellite launchnavigation satellite missions
Advertisement
Advertisement