For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ISROએ રચ્યો ઈતિહાસ! EOS-8 સેટેલાઇટ કર્યો લોન્ચ, કુદરતી આફતોનું મળશે એલર્ટ

10:21 AM Aug 16, 2024 IST | Bhumika
isroએ રચ્યો ઈતિહાસ  eos 8 સેટેલાઇટ કર્યો લોન્ચ  કુદરતી આફતોનું મળશે એલર્ટ
Advertisement

ઈસરોએ આજે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઇસરોએ આજે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે. SSLV D3 રોકેટનાં લોન્ચિંગનું કાઉન્ટડાઉન શુક્રવારે વહેલી સવારે શરૂ થઈ ગયું હતું. ત્યારે હવે ઇસરોએ આ મિશન લોન્ચ કરી દીધું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપગ્રહ જે કોઈપણ આપત્તિ સર્જાય તે પહેલા એલર્ટ આપશે.

ISROએ આ નવું રોકેટ SSLV D3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું છે. ઉપરાંત, EOS-08 મિશન તરીકે એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ આફતો અંગે એલર્ટ આપશે. SSLVની આ છેલ્લી ડેમોસ્ટ્રેશન ફ્લાઇટ હશે. 2024 માં, બેંગલુરુ મુખ્ય મથક ધરાવતી સ્પેસ એજન્સીએ 1 જાન્યુઆરીએ PSLV-C58/XPoSat મિશન અને 17 ફેબ્રુઆરીએ GSLV-F14/INSAT-3DS મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

Advertisement

અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-08) એક એવો ઉપગ્રહ છે જે પૃથ્વી પર નજર રાખશે અને કોઈપણ પ્રકારની આપત્તિની આગોતરી ચેતવણી પણ આપશે, જે કોઈપણ આપત્તિનો સામનો કરવામાં મદદ કરશે. મળતી માહિતી મુજબ આ સેટેલાઈટનું વજન અંદાજે 175.5 કિલોગ્રામ છે. તેમાં ત્રણ પેલોડ છે. એક ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), બીજું ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેકમેટ્રી પેલોડ (GNSS-R) અને ત્રીજું SIC UV ડોસીમીટર છે.

ઈસરોએ એક પછી એક અવકાશમાં ઝંડા લગાવ્યા છે અને દેશની પ્રગતિ માટે કામ કર્યું છે, આ સંબંધમાં હવે તેણે આ ઉપગ્રહને લોન્ચ કર્યો છે જે આપત્તિની ચેતવણી આપે છે. આ ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ઈન્ફ્રારેડ પેલોડ મિડ વેવ આઈઆર અને લોન્ગ વેવ આઈઆર બેન્ડમાં દિવસ અને રાત્રિ બંને ઈમેજ મેળવવા માટે રચાયેલ છે. આ કારણે, આ ઉપગ્રહને આગ અને જ્વાળામુખીની માહિતી એકત્ર કરવા માટે ખાસ બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, આ સેટેલાઇટ સિસ્ટમમાં સમુદ્રની સપાટીની હવા, જમીનની ભેજ અને પૂરની તપાસ કરવા માટે રિમોટ સેન્સિંગની ક્ષમતા પણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement