For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ફેલાઈ રહ્યું છે ISISનું નેટવર્ક: થાણેમાં 200 યુવાનોને કટ્ટરપંથી બનાવાયા

05:45 PM Dec 16, 2023 IST | Bhumika
ભારતમાં ફેલાઈ રહ્યું છે isisનું નેટવર્ક  થાણેમાં 200 યુવાનોને કટ્ટરપંથી બનાવાયા

હાલમાં દેશના વિવિધ ભાગોમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના મોડ્યુલને લઈને તપાસ અને ધરપકડ કરવામાં આવી રહી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઇએસઆઇએસ દેશમાં ધીમે ધીમે પોતાનો પગપેસારો કરી રહ્યું છે. એનઆઇએ દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા આઇએસઆઇએસ મોડ્યુલ કેસમાં નવી એફઆઇઆસની તપાસ કરી રહી છે. આ સંબંધમાં ગઈંઅને મુંબઈને અડીને આવેલા થાણેમાંથી કેટલીક એવી કડીઓ મળી છે જે ડરામણી છે.

Advertisement

એનઆઇએને શંકા છે કે ગ્રામીણ થાણે સ્થિત પડઘા વિસ્તારના બોરીવલી ગામમાં દેશભરના લગભગ 200 યુવાનોનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆઇએ માટે એ શોધવાનો મોટો પડકાર છે કે જો આ દાવો સાચો છે તો તે બધા યુવાનો કોણ છે? આ લોકો કયા રાજ્યના કયા શહેરમાં કે ગામમાં રહે છે અને શું કરે છે?

સૂત્રોએ દાવો કર્યો છે કે બોરીવલી ગામમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં પ્રત્યેક 4-5 લોકોની બેચ બનાવવામાં આવી હતી. એક સમયે એક બેચને બોલાવવામાં આવી અને પછી તેઓને અલ શામ વિશે કહેવામાં આવ્યું અને બ્રેઈનવોશ કરવામાં આવ્યું. સૂત્રોનું માનવું છે કે કોઈને શંકા ન જાય તે માટે આવું કરવામાં આવ્યું હતું અને આમ અત્યાર સુધીમાં 200 જેટલા યુવકોને અહીં બોલાવીને તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. આ યુવાનો મોટાભાગે 20-30 વર્ષના હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇએસઆઇએસ ના આ મોડ્યુલનું આયોજન મુંબઈ રેલ બ્લાસ્ટના આરોપી સાકિબ નાચન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગઈંઅએ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં કુલ 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 15 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે તપાસ આગળ વધારવામાં આવી ત્યારે ઘણી માહિતી મળી હતી.

Advertisement

જેમાંથી થાણેની ઘટના વિશે માહિતી મળી હતી, જેના પર એનઆઇએની ટીમ કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આજે મહારાષ્ટ્ર એટીએસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ની એક ટીમ દિલ્હી પહોંચી છે અને તેઓ એનઆઇએ દ્વારા ધરપકડ કરાયેલા 15 આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement