For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં ISIના કાવતરાનો પર્દાફાશ: બે જાસૂસ ઝડપાયા

06:09 PM May 22, 2025 IST | Bhumika
દિલ્હીમાં isiના કાવતરાનો પર્દાફાશ  બે જાસૂસ ઝડપાયા

Advertisement

દિલ્હી પોલીસના 3 મહિનાના ઓપરેશનમાં સનસનાટીભરી વિગતો બહાર આવી: પાક. હાઇકમિશનના કર્મચારીઓ સામે પણ શંકાની સોય

હારનો સામનો કર્યા પછી પણ, પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ISI ભારત વિરુદ્ધ કાવતરું ઘડવામાં પાછળ નથી હટતા. દેશની ગુપ્તચર એજન્સીઓએ ત્રણ મહિનાના ગુપ્ત ઓપરેશનમાં એક મોટી જાસૂસી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ISI દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. આ માટે તેણે પોતાના બે સાથીદારોને કામે રાખ્યા હતા, જેમાં અંસારુલ મિયાં અંસારી નામનો પાકિસ્તાની એજન્ટ પણ સામેલ હતો. તેમને ભારતીય સશસ્ત્ર દળો વિશે સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Advertisement

અહેવાલો મુજબ તપાસ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના કેટલાક કર્મચારીઓ તરફ પણ ઈશારો કરી રહી છે. એવી શંકા છે કે ભારતીય યુટ્યુબર્સ અને પ્રભાવકોને પ્રભાવિત કરનારા ISI અધિકારીઓ મુઝમ્મિલ અને એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ પણ આ કાવતરામાં સામેલ હતા.

દિલ્હી પોલીસે તેની તપાસમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ 2025 સુધી ચાલેલા ગુપ્ત ઓપરેશનમાં, બે ISI એજન્ટોની ધરપકડ સાથે ISI સ્લીપર સેલના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ સાથે મળીને, એજન્સીઓએ નેપાળી મૂળના ISI એજન્ટ અંસારુલ મિયાં અંસારી સહિત બે એજન્ટોની ધરપકડ કરી, જેમની પાસેથી સેના સંબંધિત અનેક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા. દિલ્હી પોલીસે મે મહિનામાં ચાર્જશીટ દાખલ કરી હતી અને ધરપકડ કરાયેલા બંને ISI એજન્ટોને તિહાર જેલમાં બંધ કરવામાં આવ્યા છે.

આ કામગીરી જાન્યુઆરીમાં કોઈ સ્પષ્ટ માહિતી વિના શરૂૂ થઈ હતી. પછી ISI એ ગુપ્ત દસ્તાવેજો/ ફોટા/ ગુગલ કોઓર્ડિનેટ્સ એકત્રિત કરવા માટે એક જાસૂસ મોકલ્યો હતો અને તે નેપાળ થઈને દિલ્હી પહોંચવાનો હતો. ત્યારબાદ, તપાસકર્તાઓએ આ માહિતી વધુ વિકસાવી જેમાં જાણવા મળ્યું કે દિલ્હીમાં હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને સશસ્ત્ર દળો વિશેની વિગતવાર માહિતીનો ઉપયોગ આતંકવાદી હુમલાની યોજના બનાવવા માટે થવાનો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નેપાળી મૂળનો આરોપી અંસારુલ મિયાં અંસારી દિલ્હીમાં ત્યારે પકડાયો જ્યારે તે પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.તે ISI ના કહેવા પર દિલ્હી આવ્યો હતો. ISIએ અંસારુલને ગુપ્ત દસ્તાવેજોની સીડી બનાવીને પાકિસ્તાન મોકલવા કહ્યું હતું. તેની પૂછપરછ બાદ, રાંચીમાં અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી.

અખલાક આઝમ, અન્સારીની ભૂમિકા
રાંચીના રહેવાસી અખલાક આઝમની ભૂમિકા પણ બહાર આવી, જે ભારતમાં અંસારુલને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડતો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને તેમના પાકિસ્તાની હેન્ડલરોના સતત સંપર્કમાં હતા અને તેમની વાતચીત શંકા અને ષડયંત્રથી ભરેલી હતી.હતી. બાદમાં માર્ચમાં આઝમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મોબાઇલ ઉપકરણોના વિશ્ર્લેષણમાં બંને ધરપકડ કરાયેલા આરોપીઓ અને તેમના પાકિસ્તાની હેન્ડલર વચ્ચે શંકાસ્પદ વાતચીત જોવા મળી, જે મોટા ષડયંત્રનો સંકેત આપે છે. પણ અન્સારી કોણ હતો? તેની પૃષ્ઠભૂમિની ઊંડી તપાસ કરવાથી છેતરપિંડી અને કટ્ટરતાનું જટિલ જાળ છતી થાય છે. પૂછપરછ દરમિયાન, અન્સારીએ ખુલાસો કર્યો કે તે મૂળ નેપાળનો છે પરંતુ 2008 થી કતારમાં ટેક્સી ડ્રાઇવર તરીકે રહેતો હતો અને કામ કરતો હતો, જ્યાં તેને ISI એજન્ટ દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. પૈસા એ પહેલી પ્રેરણા હતી અને ત્યારબાદ પમોટા હેતુથ વિશે મગજ ધોવાનું શરૂૂ થયું. તેને પાકિસ્તાન જઈને રાવલપિંડીમાં તેના હેન્ડલરને મળવાનું કહેવામાં આવ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement