For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જય શાહની ચેતવણીને ઘોળીને પી ગયો ઇશાન કિશન

01:32 PM Feb 17, 2024 IST | Bhumika
ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જય શાહની ચેતવણીને ઘોળીને પી ગયો ઇશાન કિશન

ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો. બીસીસીઆઈએ એવા ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની સૂચના આપી હતી જેઓ નેશનલ ડ્યૂટી પર નથી. ઈશાન કિશન ઉપરાંત દીપક ચહર અને શ્રેયસ અય્યરે પણ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહની સૂચનાઓનું પાલન કર્યું ન હતું.વાસ્તવમાં આ આખો વિવાદ ઇશાન કિશનથી શરૂૂ થયો હતો. ઇશાન કિશને ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી ઈશાન કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જગ્યા આપવામાં આવી ન હતી. જ્યારે ટીમ મેનેજમેન્ટને ઈશાન કિશનની અનુપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે કિશનને પુનરાગમન કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂૂર છે. પરંતુ કિશને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખ્યો અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં પણ તેની પસંદગી થઈ ન હતી. આ સમગ્ર વિવાદને જોઈને બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું કે હવેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રણજી ટ્રોફીને નજરઅંદાજ નહીં કરી શકે. બીસીસીઆઈએ ખેલાડીઓને રણજી ટ્રોફી નહીં રમવા પર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આમ છતાં કિશન છેલ્લી મેચ રમવા મેદાનમાં આવ્યો ન હતો. દીપક ચહરે આ સિઝનમાં એક પણ રણજી મેચ રમી નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યર મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમશે તેવી આશા હતી. પરંતુ અય્યરે પણ મેદાનથી અંતર જાળવી રાખ્યું હતું. આ તમામ ખેલાડીઓ પર સ્થાનિક ક્રિકેટને બદલે આઇપીએલને મહત્વ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement