અલ્લુ અર્જુન વિવાદ પબ્લિસિટી સ્ટંટ છે કે પછી કોઇ ફિલ્મ જગતનું રાજકારણ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને નવા નવા રેકોર્ડ બનાવીને ભારતના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ ફિલ્મના પ્રીમિયરમાં થયેલા મહિલાનાં મોતનો વિવાદ પણ આગળ વધી રહ્યો છે. આ મહિલાના મોતના સંદર્ભમાં રવિવાર હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલ્લુ અર્જુનના ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો પણ સિકયુરિટી અને પોલીસે તેમને ઘૂસવા ન દીધા તો ઘરની બહાર તોડફોડ કરીને સંતોષ માન્યો. આ વિદ્યાર્થીઓએ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂૂપિયાનું વળતર આપવાની માગણી કરી છે. પુષ્પા 2’ના કારણે અલ્લુ અર્જુન અત્યારે દેશભરમાં છવાયેલો છે તેથી આ ઘટનાને જોરદાર મીડિયા કવરેજ મળ્યું છે એ કહેવાની જરૂૂર નથી. અર્જુનન ઘરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ ચમકી ગયા અને ચેનલો પર આવી ગયા
. પોલીસે આ કેસમાં 8 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી પણ તેમને જામીન પર છોડી મુકાયા છે. વિદ્યાર્થીઓએ મહિલાના પરિવારને 1 કરોડ રૂૂપિયા વળતર ના અપાય તો ફરી અલ્લુ અર્જુનના ઘરે હલ્લાબોલ કરવાની ચીમકી આપી છે. અલ્લુ અર્જુન શું કરશે એ ખબર નથી પણ સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના મુદ્દે જે રીતે દર અઠવાડિયે કંઈક ને કંઈક ધમાધમી થયા કરે છે એ જોતાં આ બધું ’પુષ્પા 2’ ફિલ્મની પબ્લિસિટીનો ભાગ તો નથી ને એવી શંકા જાગે છે. અલ્લુ અર્જુનની ટીમે જ વિદ્યાર્થીઓને અલ્લુના ઘર ધમાલ કરવા મોકલ્યા હોય એવી શક્યતા નકારી ના શકાય કેમ કે આ ધમાલ પછી અલ્લુ લ્લુ અર્જુન ફરી રીતે લોકોની સહાનુભૂતિ મેળવી શકે છે.
એક તો તેના ફેન્સને એવું લાગે કે, અલ્લુની સંડોવણી જ નથી એવા કેસમાં તેને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે ને બીજું મહિલાના પરિવારને વધારે વળતર આપીને અણુ હીરો બની શકે. જો કે પબ્લિસિટી સ્ટંટ હોય કે ના હોય પણ આ ઘટનાને જે રીત ચગાવાઈ તેના કારણે અલ્લુ અર્જુનની ઈમેજને ફટકો પડયો જ છે. અલ્લુ અર્જુને પોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે, પુષ્પા 2 ના પ્રીમિયરમાં હૈદરાબાદમાં થયેલી નાસભાગ માટે મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે અને કેટલાક લોકો જાણીજોઈને મારું ચારિત્ર્ય હનન કરી રહ્યા છે. હું ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું અને મેં જે સન્માન અને વિશ્વસનીયતા મેળવી હતી તે એક જ દિવસમાં નાશ પામી છે. આ કારણે હું અપમાનિત થયો હોઉં એવું અનુભવી રહ્યો છું.