For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IRCTC, IRFCને નવરત્નનો દરજ્જો મળતાં સ્વાયતતા મળશે

11:09 AM Mar 04, 2025 IST | Bhumika
irctc  irfcને નવરત્નનો દરજ્જો મળતાં સ્વાયતતા મળશે

Advertisement

લોક ઉપક્રમ વિભાગે હવે ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) અને ભારતીય રેલવે ફાઇનાન્સ નિગમ (IRFC)ને ‘નવરત્ન’ દરજ્જો આપ્યો છે. આ કંપનીઓ નવરત્નનો દરજ્જો મેળવનારી 25મી અને 26મી સરકારી કંપનીઓ બની છે.

આ કંપનીઓને નવરત્નનો દરજ્જો આપવા પાછળનું એક મુખ્ય કારણ તેમની પોતાની આર્થિક શક્તિ છે. નાણાકીય વર્ષ 2023-24માં IRCTCનું વાર્ષિક ટર્નઓવર 4,270.17 કરોડ રૂૂપિયા હતું. કર ચૂકવ્યા પછી કંપનીનો નફો રૂૂ. 1,111.26 કરોડ થયો. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન IRFCનું ટર્નઓવર વધીને રૂૂ. 26,644 કરોડ થયું છે અને તેનો નફો રૂૂ. 6,412 કરોડ થયો છે.

Advertisement

દેશની સરકારી કંપનીઓને મિનિરત્ન, મહારત્ન અને નવરત્નનો દરજ્જો આપવા પાછળનું મુખ્ય કારણ તેમને આર્થિક નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવાનું છે.

આ સ્થિતિ કંપનીઓની કાર્યકારી સ્વાયત્તતા તેમજ તેમની નિર્ણય લેવાની શક્તિ નક્કી કરે છે.
નવરત્ન કંપની બનવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપનીઓને 1,000 કરોડ રૂૂપિયા અથવા તેમની કુલ નેટવર્થના 15% સુધીના સિંગલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ માટે પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે છે. હવે આ માટે IRCTC અને IRFC બંનેને કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂૂર રહેશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement