પૂરગ્રસ્ત પંજાબની મદદે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ, 34 લાખ આપવા જાહેરાત
ઉત્તર ભારતમાં સતત ભારે વરસાદે ઉત્તરાખંડથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી તબાહી મચાવી છે. પંજાબમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વિવિધ નદીઓના પૂરમાં ઘણા ગામો ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં, પંજાબ માટે મદદ માટે સતત અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આ રાજ્ય સાથે સંકળાયેલી આઇપીએલ ફ્રેન્ચાઈઝીએ પણ મદદનો હાથ લંબાવ્યો છે.
આઇપીએલ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સે ગુરુવારે એક નિવેદન જારી કરીને પૂરગ્રસ્તોને મદદ કરવા માટે લગભગ 34 લાખ રૂૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ સાથે, ક્રાઉડ ફંડિંગ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે એક ખાસ ઝુંબેશ પણ શરૂૂ કરવામાં આવી છે.
પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે રાજ્યમાં પૂર પીડિતોને રાહત આપવા માટે પ્રખ્યાત હેમકુંડ ફાઉન્ડેશન અને છઝઈં સાથે હાથ મિલાવી રહ્યું છે. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું હતું કે રાહત કાર્યને શક્ય તેટલું ફેલાવવા માટે, તેમણે આ બે સંસ્થાઓ સાથે મળીને ટુગેધર ફોર પંજાબ અભિયાન શરૂૂ કર્યું છે. આ માટે પંજાબ કિંગ્સે પોતે આ સંસ્થાઓને 33.8 લાખ રૂૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી.
ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું હતું કે આ ભંડોળ દ્વારા બચાવ બોટ ખરીદવામાં આવશે, જેનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તબીબી કટોકટીના કિસ્સામાં કરવામાં આવશે. આ ઉપરાંત, આ ભંડોળનો ઉપયોગ અસરગ્રસ્ત લોકોને આવશ્યક વસ્તુઓ અને સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે પણ કરવામાં આવશે. પંજાબ કિંગ્સે એક ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ ઝુંબેશ પણ શરૂૂ કરી છે, જેના દ્વારા ફ્રેન્ચાઈઝીએ 15 સપ્ટેમ્બર સુધીમાં 2 કરોડ રૂૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.