IPL-સેરેમની: અક્ષયકુમાર-ટાઇગર શ્રોફનું ધમાકેદાર પરફોર્મન્સ અને સોનુ નિગમ- એ.આર. રહેમાનના અવાજનો જાદુ છવાયો
12:57 PM Mar 23, 2024 IST
|
Bhumika
Advertisement
ક્રિકેટના મહા કાર્નિવલ આઇપીએલની 17મી સિઝનનો ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ સાથે શુભારંભ થયો. ઓપનીંગ સેરેમેનીમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફે રંગ જમાવ્યો હતો. સારે જહાં સે અચ્છા અને હબીબી ગીત ઉપર બન્નેના પરફોર્મ બાદ ટાઇગરે સોલો પરફોર્મ પણ કર્યું હતું. બન્નેની જોડીએ શાનદાર પરફોર્મન્સ કરી દર્શકોને મોજ કરાવી દીધી હતી. સાથોસાથ સોનુ નિગમે ’વંદે માતરમ’ ગાઇને પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો તો એ.આર. રહેમાને ‘મા તુઝે સલામ’ ગીત થકી અલગ જ માહોલ ઉભો કરી દીધો હતો. આ બન્ને ઉપરાંત મોહિત ચૌહાણે અવાજનો જાદુ બતાવ્યો હતો અને નીતિ મોહને મહિલા ટીમ સાથે જાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
Advertisement
Next Article
Advertisement