રોકાણકારો સાવધાન! સોનાનો ગમે ત્યારે ફટાકિયો બોલશે!
છેલા એક મહિનાથી સોનાના ભાવમાં આસમાની વધારો થયો છે ત્યારે દુનિયાના સૌથી મોટા બેંકરની સોનાનો પરપોટો ફૂલી ગયો હોવાની ચેતવણી
સોનાના ભાવમાં આ સપ્તાહમાં નવો રેકોર્ડ બન્યો છે. સ્પોટ ગોલ્ડ 3,759.02 ડોલર પ્રતિ ઔંસે પહોંચી ગયું છે.જોકે, બાદમાં તે 3,743.39 ડોલરે આવી ગયું હતું. નબળા અમેરિકી ડોલરે ડિમાન્ડમાં વધારો કર્યો છે અને તેના કારણે ડિસેમ્બરમાં ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.1 ટકાથી વધીને 3,779.50 ડોલર સુધી પહોંચી ગયો છે. પરંતુ આ બધા વચ્ચે દુનિયાની સૌથી મોટી બેન્ક JPMorganના CEO જેમી ડાઇમન એ ચેતવણી આપી છે કે માર્કેટમાં ગોલ્ડથી લઈને બીટકોઈન સુધી પ્રત્યેક જગ્યાએ એસેટ બબલનું જોખમ ઉભું થયું છે.ડાઇમને એક વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણે અહીં બબલ જેવી સ્થિતિમાં પહોંચી રહ્યા છીએ.
હું નથી કહેતો કે મને ઠીક-ઠીક ખ્યાલ છે કે આપણે ક્યાં છીએ, પરંતુ હાલ પોઝિટિવ સેન્ટિમેન્ટ જ એસેટ પ્રાઇસને ઉપર ધકેલી રહ્યું છે, રેકોર્ડ સ્ટોક્સ, રેકોર્ડ ગોલ્ડ અને રેકોર્ડ ક્રિપ્ટો. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રોકાણકાર સેફ હેવન એસેટ્સ તરફ ભાગી રહ્યા છે અને અમેરિકી ફેડરલ રિઝર્વથી વધુ રેટ કટની આશા રાખી રહ્યા છે. ફેડે ગત સપ્તાહે 25 બેસીસ પોઈન્ટ્સની કપાત કરી હતી અને આગળ નરમીના સંકેત આપ્યા હતા, જોકે, પોલિસી મેકર્સમાં તેને લઈને મતભેદ છે.
OANDAના સિનિયર માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વોન્ગએ કહ્યું કે, શોર્ટ ટર્મનો ટ્રેન્ડ હજી બુલિશ છે, પરંતુ અમને અહીંથી ટેકનિકલ પુલબેકની આશા છે. 3,710 ડોલર અને 3,690 ડોલરનું સપોર્ટ લેવલ જોવાનું રહેશે. આ દરમિયાન ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ એસ. નરેને પણ ચેતવણી આપી છે. તેમણે ગોલ્ડ અને સિલ્વરની તેજ રેલીને વોર્નિંગ સાઈન ગણાવતા કહ્યું હતું કે રેલી બાદ ખરીદી કરવી લાંબા ગાળે નુક્શાનકારક રહી શકે છે, કારણ કે મેટલ્સ ન તો ઇનકમ આપે છે કે ન ટ્રેડિશનલ વેલ્યુએશનમાં ફિટ થાય છે.
રોકાણકારો માટે પાઠ નરેને કહ્યું કે, ડાયવર્સીફીકેશન સૌથી જરૂૂરી છે. લોકો સામાન્ય રીતે ઊંચા ભાવે ખરીદી કરે છે અને ઘટાડા પર વેચે છે,આ સૌથી મોટું રિસ્ક છે. હવે રોકાણકારોની નજર ફેડ ચેર જેરોમ પોવેલ ની આગામી કમેન્ટ પર છે, જે મોનેટરી પોલિસીની દિશા પર વધુ સંકેત આપી શકે છે. તેમજ નવા ફેડ ગવર્નર સસ્ટીફન મીરાનનું કહેવું છે કે જો ફેડ વધુ આક્રમક ઘટાડો નથી કરતું તો લેબર માર્કેટ પર પ્રેશર પડી શકે છે.
નરેને સમજાવ્યું કે રોકાણનો સૌથી મોટો નિયમ છે યોગ્ય સમયે યોગ્ય એસેટ પસંદ કરવો. પરંતુ મોટાભાગના લોકો ત્યારે એસેટમાં પૈસા રોકે છે, જ્યારે તે પહેલેથી જ સારું પરફોર્મ કરી ચૂક્યો હોય છે. શરૂૂઆતમાં તે યોગ્ય લાગે છે, કારણ કે તેના ભાવ વધી રહ્યા હોય છે અને રિટર્ન સારું દેખાય છે. પરંતુ લાંબાગાળે આ રીત રોકાણકારોને નુકસાન પહોંચાડે છે. તેમણે તેને એન્ટી એસેટ એલોકેશન કહ્યું, એટલે કે ખોટા સમયે રોકાણ કરવાની આદત આ સતર્ક થવાનો સમય તેમણે કહ્યું કે સોના અને ચાંદીએ છેલ્લા એક વર્ષમાં શેર માર્કેટ કરતાં વધુ સારું પરફોર્મ કર્યું છે, જેના કારણે લોકો તેને ખરીદવા માટે ઉતાવળ કરી રહ્યા છે. જોકે, આ એવો સમય છે જ્યારે આપણે સૌથી વધુ સતર્ક રહેવાની જરૂૂર છે, કારણ કે ભૂતકાળનું પરફોર્મન્સ ક્યારેય ગેરંટી નથી આપતું કે તે જળવાઈ રહેશે