નાની બચત યોજનાઓનો વ્યાજ દર યથાવત રહેશે
સતત સાતમા કવાર્ટરમાં કોઇ ફેરફાર નહીં
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માટે તમામ સરકારી બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ સતત સાતમું ક્વાર્ટર છે જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રહ્યા છે. સરકારે છેલ્લે 2023-24 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2024) માટે કેટલીક યોજનાઓના વ્યાજ દરમાં સુધારો કર્યો હતો.
આ સરકારી બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), સુક્ધયા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)નો સમાવેશ થાય છે.
સરકારના આ નિર્ણયનો અર્થ એ છે કે તમને આ યોજનાઓ પર સમાન વ્યાજ દર મળતા રહેશે. સરકારે લાંબા સમયથી આ બચત યોજનાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના 7.4 ટકા, SCSS 8.2 ટકા, PPF 7.1 ટકા, સુક્ધયા સમૃદ્ધિ યોજના 8.2 ટકા અને કિસાન વિકાસ પત્ર 7.5 ટકા વ્યાજ દર આપે છે. વધુમાં, પોસ્ટ ઓફિસ બચત ખાતા 4 ટકા, આરડી ખાતા 6.7 ટકા અને બચત ખાતા 6.9 ટકાથી 7.5 ટકા સુધીની હોય છે.