જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ અને અજય માકને મીડિયા સાથે વાત કરી.
બિહાર ચૂંટણી પરિણામો બાદ બંને નેતાઓએ ચૂંટણી પંચ (ECI) અને વિશેષ ચૂંટણી પંચ (SIR) ની ટીકા કરી. તેમણે ‘મત ચોરી’અને અનેક સ્તરે અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે તેઓ હવે સમગ્ર મતદાન ડેટાની વિગતવાર તપાસ કરશે. ડેટાની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી, પાર્ટી બિહારમાં કોંગ્રેસની કારમી હાર પાછળના વાસ્તવિક કારણો વિશે મીડિયાને જાણ કરશે.
અગાઉ બિહારમાં મહાગઠબંધનની કારમી હાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ડ હેન્ડલ પર ટ્વીટ કરીને બિહારના લોકોનો આભાર માન્યો અને NDA પર નિશાન સાધ્યું. તેમણે NDA પર ગોટાળા દ્વારા ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો છએ. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે મહાગઠબંધનમાં વિશ્વાસ મૂકનારા બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
બિહારમાં આ પરિણામ ખરેખર આઘાતજનક છે. અમે એવી ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગયા જે શરૂૂઆતથી જ ન્યાયી ન હતી. આ લડાઈ બંધારણ અને લોકશાહીના રક્ષણ વિશે છે. કોંગ્રેસ પાર્ટી અને ભારત ગઠબંધન આ પરિણામની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકશાહીના રક્ષણ માટેના તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે.
દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે બિહારના લોકોના નિર્ણયનું સન્માન કરીને અમે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહેલા પરિબળો સામે અમારી લડાઈ ચાલુ રાખીશું. અમે ચૂંટણી પરિણામોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને પરિણામો પાછળના કારણોને સમજ્યા પછી વિગતવાર નિવેદન રજૂ કરીશું.
બીજી તરફ જયરામ રમેશે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણી પરિણામો વડા પ્રધાન, ગૃહમંત્રી અને ચૂંટણી પંચ દ્વારા આયોજિત વ્યાપક મત ચોરી દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ બંધારણના રક્ષણ અને લોકશાહીને બચાવવા માટે વધુ જોશ સાથે પોતાનું અભિયાન ચાલુ રાખવાના તેના સંકલ્પને પુનરાવર્તિત કરે છે.
અગાઉ બિહાર વિધાનસભા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ગઉઅની પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે, બિહારની ચૂંટણી શરૂૂઆતથી જ નિષ્પક્ષ નહોતી.
રાહુલ ગાંધીએ ડ પર લખ્યું કે, ‘હું બિહારના કરોડો મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે મહાગઠબંધન પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું છે. અમે એવી ચૂંટણીમાં જીત હાંસલ ન કરી શક્યા, જે શરૂૂઆતથી જ નિષ્પક્ષ નહોતી. રાહુલ ગાંધીએ આ લડાઈને બંધારણ અને લોકતંત્રની રક્ષાની ગણાવતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને ઈંગઉઈંઅ ગઠબંધન આ પરિણામની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકતંત્રને બચાવવાના પોતાના પ્રયાસોને વધુ પ્રભાવી બનાવશે.