રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસસી-એસટી અનામતમાં સુપ્રીમની ટકોર પછી ક્રીમિલેયર દાખલ કરો

12:48 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી આવતાં જ અનામતનો મુદ્દો ફરી ગાજવા માંડ્યો છે. એક તરફ કોંગ્રેસ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતનું પ્રમાણ વધારવાનું વચન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામતમાં બંને વર્ગના અતિ પછાતો માટે ખાસ જોગવાઈ કરવાની તરફેણ કરી છે. મતલબ કે, મોદી સરકાર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં પણ અનામત આપવાની તરફેણ કરી રહી છે.

Advertisement

જો કે મહત્ત્વનો મુદ્દો સુપ્રીમ કોર્ટે કરેલો સવાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, આઇએએસ-આઇપીએસ અધિકારીઓએ અનામતનો લાભ લીધો છે અને પ્રગતિ કરી છે તો તેમનાં બાળકોને ક્રીમિલેયર માનીને અનામતનો લાભ આપવામાંથી બાકાત રાખી શકાય? આપણે ત્યાં અત્યારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) તથા સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) અનામતમાં ક્રીમિલેયર છે. આ બંને કેટેગરીમાં આઠ લાખ રૂૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ મળતો નથી પણ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં ક્રીમિલેયર નથી. સુપ્રીમ કોર્ટનો સવાલ આ ક્રીમિલેયર દાખલ કરવાનો છે.
મોદી સરકાર એસસી અને એસટી અનામતમાં સબ-કેટેગરીની તરફેણ કરી રહી છે એ યોગ્ય નથી કેમ કે તેના કારણે જ્ઞાતિવાદ પ્રબળ બનશે.

આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે 2004માં ઈ. વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં ચુકાદો આપેલો કે, અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) એક જ જ્ઞાતિ જૂથ છે તેથી રાજ્ય તેમાં સબ કેટેગરી ના બનાવી શકે. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement