ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બળાત્કાર સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજા હોવી જરૂરી નથી: સુપ્રીમ કોર્ટ

06:10 PM Mar 10, 2025 IST | Bhumika
Advertisement

40 વર્ષ જૂના બળાત્કારના કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે પણ મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપરાધ સાબિત કરવા માટે પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન હોવા જરૂૂરી નથી. આના આધાર તરીકે અન્ય પુરાવાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. એક ટ્યુશન ટીચર પર તેની જ વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાનો આરોપ છે. ટીચરે કહ્યું કે પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ નિશાન નથી, તેથી બળાત્કાર સાબિત થઈ શક્યો નથી. તેણે કહ્યું કે પીડિતાની માતાએ તેના પર ખોટો આરોપ લગાવ્યો હતો.

Advertisement

બંને દલીલોને ફગાવી દેતા જસ્ટિસ સંદીપ મહેતા અને પ્રસન્ના બીની ખંડપીઠે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. જો કે, આ કારણે અન્ય પુરાવાઓને અવગણી શકાય નહીં. જસ્ટિસ વરાલેએ કહ્યું, એ જરૂૂરી નથી કે બળાત્કારના દરેક કેસમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન જોવા મળે. કોઈપણ કેસ સંજોગો પર આધાર રાખે છે. તેથી, બળાત્કારના આરોપને સાબિત કરવા માટે પીડિતાના શરીર પર ઈજાના નિશાન જરૂૂરી ગણી શકાય નહીં.

પીડિતાની માતા પર આરોપીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે બેન્ચે કહ્યું કે, આ કેસને લઈને આવી બાબતોમાં જવાનો કોઈ અર્થ નથી. અમને કોઈ કારણ મળ્યું નથી કે શા માટે માતાએ પોતાની દીકરીને પીડિતા બનાવી અને શિક્ષકને ફસાવવા માટે ખોટો કેસ દાખલ કર્યો. આને માતાના પાત્ર સાથે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે આ કેસને ત્રિસ્તરીય ન્યાયિક પ્રણાલીમાંથી પસાર થવામાં 40 વર્ષ લાગ્યા હતા.આ ઘટના 1984માં બની હતી અને 1986માં જ ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ પછી મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયો. અહીં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સાચો જાહેર કરવામાં 26 વર્ષ લાગ્યા. આ પછી, સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને યથાવત રાખવામાં વધુ 15 વર્ષ લાગ્યા.

આરોપ છે કે 19 માર્ચ, 1984ના રોજ ટ્યુશન ટીચરે અન્ય બે વિદ્યાર્થિનીઓને બહાર મોકલી અને પછી પીડિતાનું યૌન શોષણ કર્યું. બે છોકરીઓએ દરવાજો ખખડાવ્યો પરંતુ શિક્ષકે દરવાજો ખોલ્યો નહીં. આ પછી પીડિતાની દાદીએ આવીને તેને બચાવી હતી. જ્યારે યુવતીના પરિવારે એફઆઈઆર નોંધાવવાનો પ્રયાસ કર્યો તો આરોપી પક્ષના લોકોએ ધમકીઓ આપી. આ પછી પણ થોડા દિવસો પછી ઋઈંછ નોંધવામાં આવી.

Tags :
indiaindia newsrape caseSupreme Court
Advertisement
Next Article
Advertisement