સાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી
પગાર-ભથ્થા, સુવિધા સહિત એક સાંસદ પાછળ 14.8 લાખનો ખર્ચ: પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધશે
સરકારે સાંસદોના પગાર અને પેન્શનમાં 24 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ વધારો 1 એપ્રિલ, 2023 થી પાછલી અસરથી લાગુ થશે. સાંસદોના ભથ્થામાં પણ વધારો થયો છે. સરકારે કહ્યું કે જનપ્રતિનિધિઓના પગાર અને પેન્શન વધારવાનો આ નિર્ણય જીવન ખર્ચ અને મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ વધારા સાથે, સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલી સૂચના અનુસાર, સાંસદોનો માસિક પગાર ₹1 લાખ પ્રતિ માસથી વધીને ₹1.24 લાખ થઈ ગયો છે, જ્યારે તેમનું દૈનિક ભથ્થું ₹2,000 થી વધીને ₹2,500 થઈ ગયું છે. પૂર્વ સાંસદોનું પેન્શન પણ 24 ટકા વધારીને 25,000 રૂૂપિયાથી વધારીને 31,000 રૂૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. નોટિફિકેશન મુજબ, એપ્રિલ 2018 પછી આ પ્રકારનો આ પહેલો સુધારો છે, જેનો ઉદ્દેશ્ય સાંસદોના પગારને મોંઘવારી સાથે અનુરૂૂપ લાવવાનો છે.
જો કે, આ વધારાથી સાંસદો અને સામાન્ય લોકોમાં આવકની અસમાનતા અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલયના ડેટા અનુસાર, 2022-23માં ભારતની અંદાજિત માથાદીઠ આવક ₹1.72 લાખ અથવા લગભગ ₹14,333 પ્રતિ મહિને હતી. આ આંકડા દર્શાવે છે કે હવે ભૂતપૂર્વ સાંસદને પણ સરેરાશ ભારતીય કરતાં બમણું પેન્શન મળે છે, જ્યારે વર્તમાન સાંસદની આવક સરેરાશ ભારતીય કરતાં લગભગ 9 ગણી વધારે છે.
સાંસદોના પગાર અને ભથ્થામાં વધારા બાદ સરકારના સાંસદો પરના કુલ વાર્ષિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
હવે દરેક સાંસદ સરકારી તિજોરીમાંથી દર વર્ષે અંદાજે 42.9 લાખ રૂૂપિયા ખર્ચ કરશે, જેમાં તેમના પગાર, ભથ્થા અને સુવિધાઓનો ખર્ચ સામેલ છે. પગારમાં 24% વધારાને કારણે સાંસદોનો વાર્ષિક પગાર ખર્ચ વધીને 14.8 લાખ રૂૂપિયા થઈ ગયો છે. આ સિવાય સાંસદોને દૈનિક 2,500 રૂૂપિયાનું ભથ્થું મળશે. જો વર્ષમાં 100 દિવસનું સંસદનું સત્ર ચાલે છે, તો એક સાંસદ પર એક વર્ષમાં 2.5 લાખ રૂૂપિયા દૈનિક ભથ્થા તરીકે ખર્ચવામાં આવશે.
દર વર્ષે સાંસદો પર કુલ 3386.82 કરોડનો ખર્ચ કરવામાં આવશે
પગાર અને દૈનિક ભથ્થા સિવાય, સાંસદોને દર મહિને રૂૂ. 70,000નું મતવિસ્તાર ભથ્થું મળે છે, જે વાર્ષિક રૂૂ. 8.4 લાખ થાય છે અને દર મહિને રૂૂ. 60,000નો ઓફિસ ખર્ચ થાય છે, જે કુલ રૂૂ. 7.2 લાખ પ્રતિ વર્ષ થાય છે. આ ઉપરાંત સાંસદોને મુસાફરી ભથ્થું અને અન્ય સુવિધાઓ પણ મળે છે, જેનો અંદાજિત ખર્ચ દર વર્ષે સાંસદ દીઠ ₹10 લાખ છે. આ રીતે કુલ 788 સાંસદો (લોકસભામાં 543 અને રાજ્યસભામાં 245)નો વાર્ષિક ખર્ચ અંદાજે ₹3,386.82 કરોડ સુધી પહોંચી ગયો છે. જેમાં સાંસદોના પગાર, ભથ્થા, ઓફિસ ખર્ચ, મુસાફરી ભથ્થું અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.