પક્ષી અથડાતા કોલકતાની ઇન્ડિગોની ફલાઇટ પરત ફરી
05:30 PM Sep 02, 2025 IST | Bhumika
મહારાષ્ટ્રમાં નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન દરમિયાન પક્ષી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ફ્લાઈટને યુ-ટર્ન લઈને નાગપુર પરત ફરવું પડ્યું. ફ્લાઈટને ફરીથી નાગપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. નાગપુર એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ આજે સવારે આ ઘટના અંગે માહિતી આપી છે. અકસ્માત બાદ, ફ્લાઈટને નાગપુર એરપોર્ટ પર ફરીથી લેન્ડ કરવામાં આવી. બાદમાં, આ ફ્લાઈટ રદ કરવામાં આવી.
Advertisement
નાગપુર એરપોર્ટના અધિકારીનું કહેવું છે કે ફ્લાઈટ આજે સવારે નાગપુરથી કોલકાતા માટે ઉડાન ભરી હતી. પરંતુ, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન કદાચ પક્ષી સાથે અથડાયું હશે.
આ વિમાનમાં 160-165 લોકો સવાર હતા. તેથી, સાવચેતી રાખીને, ફ્લાઇટને ફરીથી નાગપુર એરપોર્ટ પર ઉતારવામાં આવી અને આજ માટે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
Advertisement
Advertisement