For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ

06:04 PM Jun 17, 2025 IST | Bhumika
બોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ

કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાને લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી વિમાનની તપાસ કરવામાં આવી હતી.

Advertisement

વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તુરંત ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી કે, ધમકી ગંભીર હતી. કારણ કે, ધમકીમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રૂૂપે આપવામાં આવ્યો હતો.

જોકે, ધમકી મળી ત્યાં સુધી ફ્લાઇટ કોચ્ચિથી ઉડાન ભરી ચુકી હતી, જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વળાવી દેવાયું હતું.

Advertisement

હાલ, વિમાન અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે થાઇલેન્ડના ફુટેકથી નવી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાન અઈં-379ને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફુકેટ એરપોર્ટના અધિકારીઓએ જાણકારી આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી પ્રોસીઝરનું પાલન કરતા તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના આ વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement