For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈમાં ભારતનો સૌથી મોંઘો સોદો, બે ફ્લેટના અધધ 703 કરોડ ચૂકવ્યા

11:07 AM May 30, 2025 IST | Bhumika
મુંબઈમાં ભારતનો સૌથી મોંઘો સોદો  બે ફ્લેટના અધધ 703 કરોડ ચૂકવ્યા

મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ એક મોટો રેકોર્ડ બન્યો છે. ફાર્મા કંપની યુએસવી પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વરલી સી ફેસિંગ વિસ્તારમાં 639 કરોડ રૂૂપિયામાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો રહેણાંક મિલકતનો સોદો છે. નમન જાના નામની આ ઇમારત 40 માળ ઊંચી છે અને દરિયા કિનારે છે. આ મિલકત 22,572 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તેનું સ્થાન વરલીના પ્રીમિયમ રિયલ એસ્ટેટ બજારમાં છે.

Advertisement

લીના ગાંધી તિવારીએ આ મિલકતના 32મા માળથી 35મા માળ સુધીના બે અલ્ટ્રા-લક્ઝરી યુનિટ 2.83 લાખ રૂૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ખરીદ્યા છે. આ અઠવાડિયે નોંધણી થઈ હતી અને તેમણે સ્ટેમ્પ ડ્યુટી અને GSTમાં લગભગ 63.9 કરોડ રૂૂપિયા ચૂકવ્યા છે. વર્લી હવે દેશમાં પ્રીમિયમ હાઉસિંગનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અને આ સોદો તેના લક્ઝરી રિયલ એસ્ટેટ બજારની તાકાત સાબિત કરે છે.

લીના ગાંધી તિવારી ઞજટ લિમિટેડના સ્થાપક વિઠ્ઠલ ગાંધીની પૌત્રી છે. આ કંપની 1961 માં રેવલોન સાથે સહયોગથી શરૂૂ થઈ હતી. ફોર્બ્સ અનુસાર, 29 મે, 2025 સુધીમાં તેમની રિયલ-ટાઇમ નેટવર્થ 3.9 બિલિયન છે અને તે વિશ્વની 964મી સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ ગુસફફ ની ફાલ્ગુની નાયર અને બાયોકોનની કિરણ મઝુમદાર-શો કરતા વધુ છે.

Advertisement

વર્લીની લોકપ્રિયતા તેના ઉત્તમ સ્થાનને કારણે છે. તે બાંદ્રા, નરીમાન પોઈન્ટની નજીક છે અને સી લિંક એક્સટેન્શન જેવા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલ છે. તાજેતરમાં, બેંકર ઉદય કોટકે પણ 400 કરોડ રૂૂપિયામાં વર્લી સી ફેસ પર એક ઇમારત ખરીદી હતી. વર્લી હવે ભારતના સૌથી ધનિક અને પ્રભાવશાળી લોકોની પ્રથમ પસંદગી બની ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement