ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા: સપાટી નીચે બરફ હોવાના પુરાવા મળ્યા
ચંદ્રયાન 3 થી ચંદ્રને લગતી બીજી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવું નોંધવામાં આવ્યું છે કે અભ્યાસ દર્શાવે છે કે ચંદ્રના ધ્રુવો પર વધુ સ્થળોએ બરફ સપાટીની નીચે હોઈ શકે છે. ઉપરાંત, તેની માત્રા અગાઉના અંદાજ કરતાં વધુ હોઈ શકે છે. ચંદે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો.
અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ફેકલ્ટી મેમ્બર, મુખ્ય લેખક દુર્ગા પ્રસાદ કરનમે પીટીઆઈને જણાવ્યું હતું કે સપાટીના તાપમાનમાં મોટા, પરંતુ અત્યંત સ્થાનિક ફેરફારો બરફની રચનાને સીધી અસર કરી શકે છે અને આ બરફના કણોનું અવલોકન તેમની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે વિવિધ વાર્તાઓ જાહેર કરી શકે છે. તેમણે કહ્યું, આનાથી અમને એ પણ કહી શકાય કે સમય જતાં બરફ કેવી રીતે એકઠો થયો અને તે ચંદ્રની સપાટી પર કેવી રીતે પહોંચ્યો, જે આ પ્રાકૃતિક ઉપગ્રહની પ્રારંભિક ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ વિશે માહિતી આપી શકે છે.
આને લગતા તારણો કોમ્યુનિકેશન અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા બેંગલુરુથી લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટ, 2023 ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્રણ દિવસ પછી, 26 ઓગસ્ટે, લેન્ડિંગ સાઇટનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું.
ચંદ્ર પર બરફના પાણીમાં ફેરવાઈ જવાની સંભાવના અંગે પીટીઆઈના પ્રશ્નના જવાબમાં કરનામે કહ્યું, પચંદ્રની સપાટી પર અલ્ટ્રા હાઈ વેક્યૂમને કારણે પાણી પ્રવાહી સ્વરૂૂપમાં રહી શકતું નથી. તેથી, બરફ પ્રવાહીમાં ફેરવાઈ શકતો નથી, પરંતુ વરાળના સ્વરૂૂપમાં ફેરવાઈ જશે.થ કરનામે કહ્યું, હાલની સમજણ મુજબ, ચંદ્રમાં ભૂતકાળમાં રહેવા યોગ્ય પરિસ્થિતિઓ ન હતી.