For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના ધુરંધર ખેલાડી કે. શેલ્ડન જેક્સનની નિવૃત્તિ

11:37 AM Jan 04, 2025 IST | Bhumika
ભારતના ધુરંધર ખેલાડી કે  શેલ્ડન જેક્સનની નિવૃત્તિ

મર્યાદિત ઓવરની મેચ નહીં રમે લાંબા ફોર્મેટમાં ચાલુ રહેશે

Advertisement

ક્રિકેટર કે.શેલ્ડન જેક્સને અચાનક મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શેલ્ડન જેક્સન સૌરાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમતા ક્રિકેટર છે. વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને 86 લિસ્ટ અ મેચ રમી છે, જેમાં તેણે 9 સદી અને 14 અડધી સદીની મદદથી 2792 રન બનાવ્યા છે. લિસ્ટ અ ક્રિકેટમાં શેલ્ડન જેક્સનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 150 રહ્યો છે. શેલ્ડન જેક્સને તેની લિસ્ટ અ કારકિર્દીમાં પણ શાનદાર વિકેટકીપિંગ કર્યું છે.

શેલ્ડન જેક્સને તેની લિસ્ટ અ કારકિર્દીમાં વિકેટ કીપિંગ કરતી વખતે 42 કેચ અને 9 વખત સ્ટમ્પિંગ કર્યા છે. શેલ્ડન જેક્સન 84 ટી20 મેચ પણ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 1 સદી અને 11 અડધી સદી સાથે 1812 રન બનાવ્યા છે. ઝ20 ક્રિકેટમાં શેલ્ડન જેક્સનનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 106 રહ્યો છે. શેલ્ડન જેક્સન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. શેલ્ડન જેક્સન 9 આઈપીએલ મેચ પણ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 61 રન બનાવ્યા છે.

Advertisement

શેલ્ડન જેક્સને છેલ્લે 31 ડિસેમ્બર 2024ના રોજ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો. વિજય હજારે ટ્રોફીમાં શેલ્ડન જેક્સને પંજાબ સામે સૌરાષ્ટ્ર માટે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સન ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મહારાષ્ટ્ર સામે 2022ની વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં 136 બોલમાં અણનમ 133 રન બનાવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement