ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો
ભારતના ચોખા ઉપર મોટો ટેરિફ નાખવાની અમેરિકી પ્રમુખની ચીમકી બાદ ભારતના તમામ શેર લાલ નિશાનમાં
વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં વેચવાલી કરતા ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટ્યો
ગઇકાલે શેર બજારમાં 610 પોઇન્ટનો ઘટાડો થયા બાદ આજે પણ માર્કેટમાં પેનીક જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે ફરી એક વખત 700 પોઇન્ટનો મોટો કડાકો બોલી જતા ઇન્વેસ્ટરોના અબજો રૂપિયાનુ ધોવાણ થઇ ગયુ છે. આજે શેર બજારમાં મુખ્ય તમામ શેરો લાલ નીશાનમાં જોવા મળી રહ્યા છે. બલકે માત્ર 330 શેરમાં પ્રોઝીટીવ ટોન જોવા મળી રહ્યો છે. બાકીના 2350 શેર લાલ નીશાનમાં સરકી ગયા છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારતના ચોખા ઉ5ર મોટો ટેરીફ નાખવાની તૈયારી કરી રહ્યા છે અને ભારતને તેની ચીમકી પણ આપતા ભારતનુ માર્કેટ આજે તૂટી ગયુ હતું.
માર્કેટ ખુલતાની સાથે નીફટી અને સેન્સેકટ પટકાયા હતા અને બેંક નીફટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારે સેન્સેકસ 400 અને નીફટી 25740 જોવા મળી રહી છે. ગઇકાલે મીડકેપ નીફટીમાં 1200 પોઇન્ટનો ઘટાડો થયા બાદ આજે વધુ 900 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. જેના કારણે મુખ્ય 100 શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બેંક નીફટીના તમામ 12 શેર લાલ નીશાનમાં સરકી ગયા છે. ઇન્ડિગોના સંક્ટના કારણે તેમજ વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલીના પગલે શેર બજારમાં આ કડાકો બોલી ગયો છે. આજે નીફટી મીડિયા અને નીફટી ઓટોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ઇન્ડિગોના શેરમાં શરૂઆતના તબકામાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ અત્યાર લાલ નીશાનમાં જોવા મળે છે. ઉપરાંત ઇન્ફોસીસ, રીલાયન્સ, બીએસસી, ટીસીએસ જેવા દિગ્ગજ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં થોડો સુધારો જોવા મળી શકે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.