ભારતીય હોકી ટીમનું સુકાન હરમનપ્રીતને, શનિવારે મેચ
હોકી ઇન્ડિયાએ બે ચરણમાં રમાનારી એફઆઇએચ પ્રો લીગની મેચો માટે 24 ખેલાડીઓની ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત કરી છે. જેમાં અનુભવી ડ્રેગ ફ્લિકર હરમનપ્રીતસિંહ ભુવનેશ્વર અને રાઉરકેલા ખાતે રમાનારી એફઆઇએચ પ્રો લીગની મેચોમાં ટીમના કેપ્ટન રહેશે.
મિડફીલ્ડર હાર્દિકસિંહ વાઇસ કેપ્ટન રહેશે. ભુવનેશ્વર ખાતે 10 ફેબ્રુઆરીથી પ્રથમ ચરણની મેચો રમાવાની શરૂૂઆત થશે, જે 16 ફેબ્રુઆરી સુધી રમાશે, જ્યારે રાઉરકેલામાં 19થી 25 ફેબ્રુઆરી સુધી બીજા ચરણની મેચો રમાશે. ભારતીય ટીમ આયર્લેન્ડ, નેધરલેડ્સ, સ્પેન, અને ઓસ્ટ્રેલિયા સાથે બે બે મેચ રમશે. પહેલી મેચ 10 ફેબ્રુઆરીએ સ્પેન સામે રમાશે. સ્ટ્રાઇકર બોબી ધામી અને ગોલકીપર પવન આ વખતની ભારતીય ટીમમાં નથી. ગોલકીપિંગની જવાબદારી પીઆર શ્રીજેશ અને કૃષ્ણબહાદુર પાઠક સંભાળશે. ભારતના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટોને કહ્યું તે અમે ઘણી સંતુલિત ટીમ બનાવી છે, જેમાં અનુભવી અને યુવા ખેલાડી બંને છે. અમારું લક્ષ્ય એક એકમ તરીકે સારું પ્રદર્શન કરવાનું છે.
ટીમ ગોલકીપર: પીઆર શ્રીજેશ, કૃષ્ણબહાદુર પાઠક
ડિફેન્સ: હરમનપ્રીત, અમિત રોહીદાસ, જરમનપ્રીતસિંહ, વરુણકુમાર, સુમિત, સંજય, જુગરાજસિંહ, અને વિષ્ણુકાન્તસિંહ
મિડફીલ્ડર્સ : હાર્દિક, મનપ્રીતસિંહ, વિવેકસાગર પ્રસાદ, શમશેરસિંહ, રાજકુમાર પાલ, નીલાકાંત શર્મા, અને રબિચંદ્રસિંહ
ફોરવર્ડ : લલિત ઉપાધ્યાય, મનદીપસિંહ, ગુરવંતસિંહ, સુખજિતસિંહ, અભિષેક, આકાશદીપસિંહ, અને અરિજિતસિંહ