કાલે સવારે અવકાશમાં જવા રવાના થશે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક સ્પેસ યાત્રા હવે 25 જૂને એક્સિયમ મિશન-4 હેઠળ લોન્ચ થશે. નાસા, સ્પેસ એક્સ અને એક્સિઓમ સ્પેસના સહયોગથી હાથ ધરવામાં આવનાર આ મિશનમાં ભારત ઉપરાંત હંગેરી અને પોલેન્ડનો પણ સમાવેશ થાય છે.
શુભાંશુ શુક્લા પાઇલટની ભૂમિકામાં રહેશે. ટેકનિકલ કારણોસર આ મિશન અગાઉ ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું હતું. ફ્લોરિડાથી લોન્ચ થયા બાદ, આ મિશન 26 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાશે.
આ મિશન યુએસ સ્પેસ એજન્સી નાસા, સ્પેસએક્સ અને ખાનગી કંપની એક્સિઓમ સ્પેસના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ ચોથું ખાનગી અવકાશ મિશન છે જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈંજજ) માટે રવાના થશે.
શુભાંશુ શુક્લા આ મિશનમાં પાઇલટની ભૂમિકામાં છે. એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ અગાઉ 29 મેના રોજ થવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર તેને ઘણી વખત મુલતવી રાખવું પડ્યું હતું. ક્યારેક ફાલ્કન-9 રોકેટમાં પ્રવાહી ઓક્સિજન લીકેજને કારણે તારીખ બદલાઈ ગઈ હતી, તો ક્યારેક ઈંજજના રશિયન મોડ્યુલમાં ખામીને કારણે.
ભારતીય સમય મુજબ, આ લોન્ચિંગ બુધવારે સવારે 12:01 વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી થશે. આ મિશનના કમાન્ડર પેગી વ્હિટસન હશે, જે એક અનુભવી અમેરિકન અવકાશયાત્રી છે. ભારતના શુભાંશુ શુક્લા પાઇલટ તરીકે જોડાશે, જ્યારે હંગેરીના ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો હશે. સ્પેસએક્સનું નવું ડ્રેગન અવકાશયાન ફાલ્કન-9 રોકેટ દ્વારા ઉડાન ભરશે. મિશન હેઠળ, અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાશે. નાસાના જણાવ્યા અનુસાર, ડોકીંગનો સમય 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.