For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશે

06:00 PM Dec 03, 2025 IST | Bhumika
ભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશે

ભારત પોતાના પરમાણુ ત્રિશૂળના સમુદ્રી ભાગને વધુ મજબૂત બનાવવા આવતા વર્ષની શરૂૂઆતમાં ત્રીજી પરમાણુશક્તિ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) સેવામાં મૂકશે. નૌકાદળ વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મંગળવારે જણાવ્યું કે, આ ત્રીજી સબમરીન INS અરિધમન પરીક્ષણના અંતિમ તબક્કામાં છે અને તેને ટૂંક સમયમાં સેવામાં લેવામાં આવશે.આ સબમરીનનો વિસ્થાપન (ડિસ્પ્લેસમેન્ટ) 7,000 ટન હશે, જે પ્રથમ બે સબમરીન INS અરિહંત (6,000 ટન) અને INS અરિઘાટ (6,000 ટન) કરતાં મોટી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ સાઇઝની ચોથી સબમરીન વર્ષ 2027માં સેવામાં આવશે.

Advertisement

અરિદમન 3,500 કિલોમીટર રેન્જવાળી K--4 બેલિસ્ટિક મિસાઇલોની દ્વિગુણિત સંખ્યા લઈ જઈ શકશે. હાલમાં INS અરિહંત ફક્ત 750 કિલોમીટર રેન્જવાળી K--15 મિસાઇલોથી સજ્જ છે, જ્યારે INS અરિઘાટ ઊં-4નું પરીક્ષણ કરી રહી છે. ઊં-5 અને ઊં-6 મિસાઇલો (5,0006,000 કિલોમીટર રેન્જ) પણ વિકાસના તબક્કામાં છે.
સમાંતરે, ભારત 2027-28 સુધીમાં રશિયા પાસેથી એક અદ્યતન આકુલા-વર્ગની પરમાણુ હુમલાખોર સબમરીન (જજગ) 10 વર્ષના લીઝ પર લેશે, જેને INS ચક્ર-3 તરીકે સેવામાં મૂકવામાં આવશે. આ 3 બિલિયનનો કરાર 2019માં થયો હતો, પરંતુ યુક્રેન યુદ્ધને કારણે વિલંબ થયો છે. આ ઉપરાંત, ઓક્ટોબર 2024માં મંજૂર ₹40,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ ભારત પોતાની બે 9,800 ટનની જજગ બનાવી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement