ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચીન-પાકિસ્તાન ઉપર બાજ નજર રાખવા ભારત 52 ડીફેન્સ સેટેલાઇટ લોન્ચ કરશે

11:17 AM Jun 30, 2025 IST | Bhumika
Advertisement

પહેલો સર્વેલન્સ ઉપગ્રહ એપ્રિલ 2026માં લોન્ચ કરાશે, જાસૂસી ક્ષેત્રે ભારતનો હાથ કાયમી ઉપર રહેશે

Advertisement

ઓપરેશન સિંદૂર પછી, દુશ્મનના પ્રદેશ પર સતત નજર રાખવાની જરૂૂરિયાત અનુભવાઈ રહી છે. તેથી ભારત ટૂંક સમયમા તેની સેના માટે 52 નવા ઉપગ્રહો (રક્ષણ દેખરેખ ઉપગ્રહો) લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે, એક મજબૂત લશ્કરી અવકાશ સિદ્ધાંત (અવકાશમાં યુદ્ધના નિયમો) પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમા વડા પ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ સમિતિએ અવકાશ-આધારિત દેખરેખ (SBS) કાર્યક્રમના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હતી. તેનો ખર્ચ 26,968 કરોડ રૂૂપિયા થશે. આ અંતર્ગત, ISRO 21 ઉપગ્રહો બનાવશે અને ત્રણ ખાનગી કંપનીઓ 31 ઉપગ્રહો બનાવશે.

આમાંથી પ્રથમ સંરક્ષણ સર્વેલન્સ ઉપગ્રહ એપ્રિલ 2026 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. 2029 ના અંત સુધીમાં તમામ 52 ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડિફેન્સ સ્પેસ એજન્સી (DSA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. DSA સંરક્ષણ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) નો ભાગ છે. એક સૂત્રએ TOI ને જણાવ્યું, પલો અર્થ ઓર્બિટ (LEO) અને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં ટૂંક સમયમાં ઉપગ્રહ લોન્ચ કરવા માટે કામ ચાલી રહ્યું છે. જે ત્રણ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમને ઉપગ્રહો બનાવવાની ગતિ વધારવા માટે કહેવામાં આવ્યું છે.થ લો અર્થ ઓર્બિટ પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષા છે, જ્યારે જીઓસ્ટેશનરી ઓર્બિટ પૃથ્વીથી ખૂબ દૂરની ભ્રમણકક્ષા છે.

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, અવકાશ-આધારિત સર્વેલન્સ -3 નો ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાનના મોટા વિસ્તારો તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રને આવરી લેવાનો છે. આ માટે, ઉપગ્રહો ઓછા સમયમાં એક જ સ્થળના ચિત્રો લઈ શકશે અને તેમની ગુણવત્તા પણ સારી થશે. અવકાશ સિદ્ધાંતમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે.થ આનો અર્થ એ છે કે ઉપગ્રહો પહેલા કરતાં વધુ ઝડપથી અને સારી રીતે માહિતી એકત્રિત કરી શકશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન તરફથી પાકિસ્તાનને સક્રિય સમર્થન મળ્યાના અહેવાલો આવ્યા છે. આવી સ્થિતિમા ભારત માટે અવકાશમાં ચીનની વધતી શક્તિને અવગણવું હવે અશક્ય બની ગયું છે.

Tags :
China-Pakistandefense satellitesindiaindia news
Advertisement
Next Article
Advertisement