For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત ચમક્યું…એક જ ઇવેન્ટમાં ધર્મબીરે ગોલ્ડ તો પ્રણવે જીત્યો સિલ્વર મેડલ

10:32 AM Sep 05, 2024 IST | Bhumika
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત ચમક્યું…એક જ ઇવેન્ટમાં ધર્મબીરે ગોલ્ડ તો પ્રણવે જીત્યો સિલ્વર મેડલ
Advertisement

આ વખતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત દરરોજ એક નવો ઈતિહાસ લખી રહ્યું છે. ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ધર્મબીરે શાનદાર પ્રદર્શન કર્યું અને મેન્સ ક્લબ થ્રો (F51)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધર્મબીરે ચોથા પ્રયાસમાં 34.92 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં ભારતના પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ જીત્યો હતો.ભારતે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે. ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

સચિને બુધવારે સિલ્વર સાથે મેડલનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી તીરંદાજ હરવિંદર સિંહે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે મોડી રાત્રે, ધરમબીર સિંહે તે જ દિવસે ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે પ્રણવે સિલ્વર જીતીને દિવસનો અંત કર્યો હતો. આટલું જ નહીં ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શનને કારણે ભારત નંબર ટેબલમાં પણ છલાંગ લગાવી ગયું છે. ભારત હવે 13માં સ્થાને આવી ગયું છે.

Advertisement

ખેલાડી ધરમબીરની શરૂઆત થોડી ખરાબ રહી હતી. તેના પ્રથમ ચાર થ્રો ફાઉલ હતા. પરંતુ 5માં થ્રોમાં તેણે પોતાની તમામ તાકાત આપી દીધી, જેના કારણે આ થ્રોએ 34.92 મીટરનું અંતર કાપ્યું. અંતે, ધરમબીરના આ થ્રોએ ભારતને ગોલ્ડ અપાવ્યો. આ સાથે બીજી તરફ પ્રણવ સુરમાએ 34.59 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ થ્રોથી તેણે સિલ્વર મેડલ જીત્યો. આ જ રમતમાં અન્ય એક ભારતીય ખેલાડી અમિત કુમાર નિરાશ થયા હતા. ફાઇનલમાં 10 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને તેઓ 10માં નંબરે રહ્યા હતા.

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે, જેમાં પાંચ ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ જીતવાની બરાબરી કરી લીધી છે. ભારતે ટોક્યોમાં પણ 5 ગોલ્ડ જીત્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારત પેરાલિમ્પિક્સમાં મેડલ ટેલીમાં 13માં સ્થાને પહોંચી ગયું છે. ભારત માટે અત્યાર સુધીમાં અવની લેખારા શૂટિંગમાં, નિતેશ કુમાર બેડમિન્ટનમાં, સુમિત એન્ટિલ ભાલા ફેંકમાં, હરવિંદર સિંહે તીરંદાજીમાં અને ધરમબીરે ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement