પોર્ન ફિલ્મો જોવામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાને
2023માં ફિલિપાઇન્સ અને 2024માં અમેરિકા પ્રથમ સ્થાને
ઇન્ટરનેટના આગમન સાથે, પોર્નોગ્રાફી દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, 11 થી 16 વર્ષની વયના 53 ટકા યુવાનો તેનાથી પ્રભાવિત છે. પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોચના 30 દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે. ચાલો જાણીએ કે દુનિયામાં કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે અને આ યાદીમાં ભારત કયા નંબર પર છે.
2023માં, ફિલિપાઇન્સ વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોની યાદીમાં ટોચ પર હતું. પોર્નહબના એક અભ્યાસ અનુસાર, ફિલિપિનોએ 2021માં અન્ય દેશોના લોકોની સરખામણીમાં સૌથી વધુ પોર્ન જોયા. અહીંના લોકો ઈન્ટરનેટની દરેક મુલાકાત દરમિયાન સરેરાશ 11 મિનિટ 31 સેક્ધડ સુધી પોર્ન ફિલ્મો જુએ છે.
પોલેન્ડ: ઇનસાઈડર મંકીના રિપોર્ટ અનુસાર 2023માં પોર્ન ફિલ્મો જોવાના મામલે પોલેન્ડ વિશ્વના ટોપ 30 દેશોમાં બીજા સ્થાને હતું. અહીં સપ્ટેમ્બર 1998માં કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવામાં આવી હતી. જો કે, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય સામગ્રી આપવી અથવા બતાવવી ગેરકાયદેસર છે.
ભારત: 2023ના ડેટા અનુસાર, પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોપ 30 દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વધતા જાતીય ગુનાઓ પાછળ પોર્નોગ્રાફી મુખ્ય કારણ છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકો તેનો ભોગ બને છે. ભારત સરકારે પણ તેના આઇટી કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફી સામે પગલાં લીધાં છે.
અમેરિકા: પોર્નહબ દ્વારા 2024માં તેની વેબસાઈટ પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, પોર્ન જોવાના મામલે અમેરિકનો સૌથી વધુ હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના લોકોએ પોર્નહબ સાઇટની સૌથી વધુ મુલાકાત લીધી હતી. અહીં સાઇટની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 3,171 મિલિયન હતી. આ પછી ઇન્ડોનેશિયામાં 765 મિલિયન લોકોએ પોર્નહબ સાઇટની મુલાકાત લીધી. આ પછી બ્રાઝિલ, ફ્રાન્સ, ફિલિપાઈન્સ, જાપાન અને કેનેડાના લોકો હતા. આ યાદીમાં ભારત 9મા નંબરે હતું, જ્યાં 284 મિલિયન લોકોએ પોર્નહબની સાઇટની મુલાકાત લીધી હતી.
આ આંકડા દર્શાવે છે કે પોર્નોગ્રાફી એક વૈશ્વિક સમસ્યા છે અને તેનાથી યુવાનો પર ગંભીર અસર થઈ રહી છે. આ બાબતે સમાજે અને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂૂર છે.