For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબજોપતિની સંખ્યામાં ભારત હવે ત્રીજા નંબરે

11:06 AM Dec 09, 2024 IST | Bhumika
અબજોપતિની સંખ્યામાં ભારત હવે ત્રીજા નંબરે
Advertisement

અમેરિકા અને ચીન પછી 185 સાથે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ અબજોપતિ છે. ભારતના અબજોપતિઓની સંપત્તિમાં માત્ર એક વર્ષમાં 42 ટકાનો વધારો થયો છે. એવું માની શકાય છે કે, અબજોપતિઓની સંપત્તિમાં આટલો વધારો દેશવાસીઓના રોજગાર, વિકાસ અને સમૃદ્ધિના સપનાને પણ બળ આપશે.

મોંઘવારીના કારણે લોકોનું જીવનધોરણ સતત ઘટી રહ્યું છે. સમયાંતરે એવા અહેવાલો જાહેર કરવામાં આવે છે જે દર્શાવે છે કે, ભારતમાં આર્થિક મોરચે કંઈક સારું નથી ચાલી રહ્યું. જોકે આ દરમિયાન અબજોપતિઓની સંખ્યામાં વધારો થવાનો અહેવાલ મનને શાંતિ આપી શકે છે.

Advertisement

રેટિંગ એજન્સી ઞઇજનો તાજેતરનો બિલિયોનેર એમ્બિશન્સ રિપોર્ટ દર્શાવે છે કે, એક વર્ષમાં ભારતના અબજોપતિઓની સંપત્તિમાં 42.1 ટકાનો વધારો થયો છે. અમેરિકા અને ચીન પછી 185 સાથે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે સૌથી વધુ અબજોપતિ છે. અમેરિકામાં અબજોપતિઓની સંખ્યા 835 અને ચીનમાં 427 છે. એટલું જ નહીં ભારતમાં દર ત્રણ મહિને એક નવો અબજોપતિ ઉભરી રહ્યો છે. ભારતમાં એક વર્ષમાં 32 નવા અબજોપતિ જોડાયા છે.

અબજોપતિ મહત્વાકાંક્ષાના અહેવાલ મુજબ આની પાછળ એવા નવા આઈક્ધસ પણ છે જેમણે પરંપરાગત બિઝનેસથી લઈને નવા ક્ષેત્રોમાં દરેક બાબતમાં સફળતાનો ઝંડો ઊંચક્યો છે.

UBSરિપોર્ટ દર્શાવે છે કે, ભારતનો આગામી દાયકો અબજોપતિઓનો હશે. આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ભારતમાં 108 સાર્વજનિક રીતે લિસ્ટેડ કૌટુંબિક વ્યવસાયો છે, જેણે અબજોપતિઓની સંખ્યામાં ભારતને ત્રીજા સ્થાને પહોંચાડ્યું છે.

ઝડપી શહેરીકરણ, ડિજિટલાઇઝેશન, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને એનર્જી સેક્ટરનું વિસ્તરણ આ ગતિને વધારી રહ્યું છે. એક અનુમાન છે કે, આગામી દાયકામાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા ચીન જેટલી થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement