For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત હવે અમેરિકા ઉપર ભરોસો નથી કરતુ તેથી રશિયાની નજીક રહ્યું: નિક્કી હેલી

11:28 AM Feb 08, 2024 IST | Bhumika
ભારત હવે અમેરિકા ઉપર ભરોસો નથી કરતુ તેથી રશિયાની નજીક રહ્યું  નિક્કી હેલી

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને નબળું માને છે. નિક્કી હેલીએ દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાકતાં કહ્યું કે ભારત સ્માર્ટ બની રહ્યું છે અને વર્તમાન સંજોગોમાં પણ તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે.
મહત્વકાંક્ષી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું હતું કે ભારત અમેરિકાને ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હજુ સુધી નેતૃત્વ કરવા અમેરિકન લોકો પર તેમને વિશ્વાસ નથી. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતે ચતુરાઈ બતાવી છે અને તે રશિયાની પણ નજીક રહ્યું છે. એક મીડિયા સાથેની વાતચીતમાં 51 વર્ષીય હેલીએ કહ્યું કે હાલમાં ભારત અમેરિકાને કમજોર માને છે.

Advertisement

નિક્કીએ કહ્યું, મેં ભારત સાથે પણ વાતચીત કરી છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. ભારત અમારી સાથે ભાગીદાર બનવા માંગે છે. તેઓ રશિયા સાથે ભાગીદાર બનવા માંગતા નથી. પરંતુ સમસ્યા એ છે કે ભારતને અમારી જીત પર વિશ્વાસ નથી. તેમને અમારા પર વિશ્વાસ નથી કે અમે નેતૃત્વ કરી શકીએ છીએ. તે અમને નબળાં માની રહ્યા છે. ભારતે આ મામલે હંમેશા ચતુરાઈ દાખવી છે. તે રશિયાની નજીક જ એટલા માટે રહ્યા છે. કેમ કે અહીંથી તેમને ઘણાં બધાં સૈન્ય ઉપકરણ મળે છે.

દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર હેલીએ કહ્યું, જ્યારે અમે ફરીથી નેતૃત્વ કરવાનું શરૂ કરીશું, અમારીનબળાઈઓને દૂર કરવાનું શરૂૂ કરીશું ત્યારે જ આપણા મિત્રો ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા પણ આવું જ કરશે. જાપાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ચીન પર નિર્ભર થવા માટે તેણે પોતાને અબજો ડોલરનું પ્રોત્સાહન આપ્યું છે. એ જ રીતે ભારતે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે પોતાને 1 બિલિયન ડોલરનું પ્રોત્સાહન આપ્યું હતું. અમેરિકાએ પોતાના ગઠબંધનનું નિર્માણ શરૂ કરવાની જરૂૂર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement