For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-મ્યાનમારની 1643 કિ.મી.ની સરહદે વાડ બનાવાશે: શાહનું એલાન

11:33 AM Feb 07, 2024 IST | Bhumika
ભારત મ્યાનમારની 1643 કિ મી ની સરહદે વાડ બનાવાશે  શાહનું એલાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમા સુરક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વાડ કરવાનો નિર્ણય લીધો છે અને સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
શાહે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારે 1,643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમારની સમગ્ર સરહદને વાડ કરવાનો નિર્ણય લીધો છે. સરહદ પર વધુ સારી દેખરેખની સુવિધા માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

Advertisement

અમિત શાહે કહ્યું કે સરહદની કુલ લંબાઈમાંથી મણિપુરના મોરેહમાં 10 કિ.મી.ના પટ્ટા પર ફેન્સિંગ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (એચએસએસ) દ્વારા ફેન્સિંગના 2 પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં 1-1 કિમીના અંતરે ફેન્સિંગ બનાવવામાં આવશે. આ ઉપરાંત મણિપુરમાં લગભગ 20 કિમી સુધી ફેન્સિંગના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂૂ થઈ જશે.

છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ - અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂૂર પડશે.

Advertisement

મ્યાનમાર સાથે મણિપુરની 390 કિમીની બોર્ડર લાગે છે પરંતુ ફક્ત 10 કિમીમાં જ વાડ થઈ છે. રાજ્ય સરકારે કહ્યું છે કે અત્યાર સુધી 700 લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘુસી આવ્યાં છે. અરુણાચલ મ્યાનમાર સાથે 520 કિમી અને નાગાલેન્ડ 215 કિમીની બોર્ડર ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement