For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા-ચીન પછી ભારતમાં સૌથી વધુ અબજોપતિ

11:22 AM Mar 06, 2025 IST | Bhumika
અમેરિકા ચીન પછી ભારતમાં સૌથી વધુ અબજોપતિ

Advertisement

87 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 6% વધી 85698 થઇ: પાંચ વર્ષમાં કુબેરોની સંખ્યામાં 27 ગણો વધારો

ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં 10 મિલિયન ડોલર (આશરે રૂૂ. 87 કરોડ)થી વધુની સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા ગયા વર્ષે છ ટકા વધીને 85,698 થઈ છે. તે જ સમયે, ભારતમાં હવે 191 અબજોપતિ છે. વૈશ્વિક રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્સી કંપની નાઈટ ફ્રેન્ક દ્વારા બુધવારે જારી કરાયેલા ધ વેલ્થ રિપોર્ટ-2025માં આ માહિતી સામે આવી છે.

Advertisement

રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈ નેટવર્થ વ્યક્તિઓ (ઇંગઠઈંત)ની સંખ્યા 2024માં વધીને 85,698 થવાની ધારણા છે, જ્યારે 2023માં આ સંખ્યા 80,686 હતી. કંપનીએ જણાવ્યું હતું કે 2028 સુધીમાં આ સંખ્યા વધીને 93,753 થવાની ધારણા છે. આ દર્શાવે છે કે ભારતમાં અમીરોની સંખ્યા વધી રહી છે.

ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓની વધતી સંખ્યા દેશની મજબૂત લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ, રોકાણની વધતી તકો અને વિકસતા વૈભવી બજારને દર્શાવે છે. આ વૈશ્વિક સંપત્તિ નિર્માણમાં ભારતને અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરે છે. રિપોર્ટ અનુસાર આગામી કેટલાક વર્ષોમાં આ આંકડો વધુ વધવાની આશા છે. ભારતમાં અબજોપતિઓની વસ્તીમાં પણ વર્ષ-દર-વર્ષે 2024માં મજબૂત વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ક્ધસલ્ટિંગ કંપનીએ કહ્યું કે ભારતમાં હાલમાં 191 અબજોપતિ છે. તેમાંથી 26ને ગયા વર્ષે જ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે 2019માં આ સંખ્યા માત્ર સાત હતી. એટલે કે 5 વર્ષમાં તેમની સંખ્યામાં 27 ગણો વધારો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement