રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેનેડાના વધુ એક ખાલિસ્તાનીને ભારતે જાહેર કર્યો આતંકવાદી, જાણો કોણ છે લખબીર સિંહ લાંડા

10:23 AM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. આ નિર્ણય ગેરકાનૂની ગતિવિધિઓ કાયદા હેઠળ લેવામાં આવ્યો છે. મૂળ પંજાબના તરનતારન જિલ્લાના લખબીર સિંહ લાંડા હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે. તે ખાલિસ્તાન તરફી પ્રવૃતિઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલો છે, જે બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAમાં તેની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન જારી કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. આ સૂચના અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં હથિયારો અને IED ઉપકરણોની દાણચોરીનો મુખ્ય સુત્રધાર છે. NIA તેની સામે ઘણા કેસ નોંધી ચૂકી છે.

પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ છે

લખબીર સિંહ લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે તે કેનેડામાં છુપાયો હોવાના કારણે તેની ધરપકડમાં સફળતા મળી નથી.

કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી હતી

લખબીર સિંહ લાંડા કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્વો (PKE) સાથે પણ સંકળાયેલા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, લંડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલોને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે.

પંજાબની સાથે તે દેશના વિવિધ ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. તેમાં ખંડણી, હત્યા, બ્લાસ્ટ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીનો પણ સમાવેશ થાય છે. 2021માં લખબીર સિંહ લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.

ઈનામની રકમ 10 લાખ રૂપિયા છે

સપ્ટેમ્બરમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIAએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના પાંચ આતંકવાદીઓ વિશે માહિતી આપવા માટે રોકડ ઇનામની જાહેરાત કરી હતી, જેમાં કેનેડા સ્થિત આતંકવાદી લખબીર સિંહ લાંડા અને પાકિસ્તાન સ્થિત હરવિંદર સિંહ રિંડાનો સમાવેશ થાય છે. એજન્સીએ લાંડા અને રિંડા વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ સિવાય પરમિંદર સિંહ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ અને યાદવિંદર સિંહ ઉર્ફે પર 5-5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ લાંડાના સહયોગી છે.

Tags :
CanadaCanada newsindiaindia newsKhalistanLakhbir Singh Landaterrorist
Advertisement
Next Article
Advertisement