ભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધ
થાઇલેન્ડમાં ઉત્પાદન ન હોવા છતાં મોટાપાયે ચાંદીની આયાતથી સરકાર ચોંકી
કેટલાક આસિયાન દેશોમાંથી ખાસ કરીને થાઇલેન્ડમાંથી ચાંદીની આયાતમાં વધારાને કારણે સરકારે 31 માર્ચ, 2026 સુધી ચાંદી અને સ્ટડ વગરના ઝવેરાતની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જે અગાઉ ડ્યુટી મુકત હતા.
બુધવારે એક સૂચનામાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી 31.03.2026 સુધી પમુક્તથ થી ‘પ્રતિબંધિત’ કરવામાં આવી છે. આ પ્રતિબંધિત ઉત્પાદનોમાં ઝવેરાત અને ચાંદીના કિંમતી ધાતુના ભાગો અને સ્ટડ વગરના અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે.
આસિયાન, અથવા દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રો બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ વિગેરેમાંથી ચાંદીની ડ્યુટી ફી આયાત થઇ શકે છે. જેના ઉપર હવે પ્રતિબંધ લદાયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે થાઇલેન્ડ ચાંદીનું ઉત્પાદન કરતો દેશ નથી છતાં ત્યાંથી આયાતમાં વધારો એ ડ્યુટીની છેતરપિંડીનો કેસ છે. ડ્યુટી ટાળવાના પ્રયાસમાં થાઇલેન્ડથી 40 મેટ્રિક ટન સુધી ચાંદી આવી રહી હતી. આ ઉત્પાદનોની લગભગ 98% આયાત થાઇલેન્ડથી આવી રહી હતી, એક અધિકારીએ જણાવ્યું હતું.
એક અલગ સૂચનામાં, DGFT એ બિન-બાસમતી ચોખાની નિકાસ નીતિમાં પણ સુધારો કર્યો છે જેમાં વધારાની નીતિ શરતનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તેની નિકાસ ફક્ત કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (APEDA) સાથે કરાર નોંધણી પર જ મંજૂરી આપવામાં આવશે.
DGFT એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, બાસમતી સિવાયના ચોખાની નિકાસ નીતિમાં વધારાની નીતિ શરતનો સમાવેશ કરીને સુધારો કરવામાં આવ્યો છે જેથી APEDA સાથે કરાર નોંધણી પર જ બિન-બાસમતી ચોખાની નિકાસની મંજૂરી આપવામાં આવશે.