ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અવકાશમાં ઉપગ્રહનું સફળતાપૂર્વક મિલન કરવામાં ભારતને સફળતા

11:45 AM Jan 16, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ISRO એ SpaDeX (સ્પેસ ડોકિંગ એક્સરસાઇઝ) મિશન હેઠળ બે ઉપગ્રહોને ડોક કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે.

અગાઉ ઈસરોએ બે વખત ડોકીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે 7 અને 9 જાન્યુઆરીએ તે શક્ય બન્યું ન હતું. 12 જાન્યુઆરીએ ઈસરોએ સેટેલાઈટને 15 મીટર અને 3 મીટરના અંતરે લાવવામાં સફળતા મેળવી હતી. ઈસરોએ કહ્યું હતું કે, 15 મીટર અને પછી 3 મીટર સુધીનું અંતર સફળતાપૂર્વક કવર કરવામાં આવ્યું છે. આ પછી ઉપગ્રહોને સુરક્ષિત અંતર પર લઈ જવામાં આવ્યા હતા. ડેટાનું વિશ્ર્લેષણ કર્યા બાદ ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

જાફઉયડ મિશન ISRO દ્વારા 30 ડિસેમ્બર, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, બે નાના ઉપગ્રહો - જઉડ01 (ચેઝર) અને જઉડ02 (ટાર્ગેટ) - પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ કાર્યક્રમ માટે ડોકીંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે.

ચંદ્રયાન-4 જેવા મિશનમાં ડોકીંગ ટેક્નોલોજીની જરૂૂર પડશે, જેમાં ચંદ્ર પરથી સેમ્પલ લાવીને પૃથ્વી પર પાછા ફરવાના રહેશે. આ ઉપરાંત, આ ટેક્નોલોજી ભારતના સ્પેસ સ્ટેશન ઇન્ડિયન સ્પેસ સ્ટેશન ની સ્થાપના માટે પણ મહત્વપૂર્ણ હશે, જેને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.

 

Tags :
indiaindia newsIndian Space Research OrganisationIsrosatellitespace
Advertisement
Next Article
Advertisement