ઇન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ એક દી’ લંબાવાઇ
આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે, ITR ફાઇલ કરવાની સૌથી પહેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી, જે પહેલાથી જ લંબાવવામાં આવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પગલું તે કરદાતાઓની સુવિધા માટે લેવામાં આવ્યું છે જેમને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જરૂૂરી અપડેટ્સ અને ફેરફારો કરવા માટે 16 સપ્ટેમ્બરે રાત્રે 12:00 વાગ્યાથી સવારે 2:30 વાગ્યા સુધી મેન્ટેનન્સ કરવામાં આવશે.