મુંબઇ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંકિતા રૈનાનો સમાવેશ
સિંગલ્સ મેઇન ડ્રોમાં અન્ય ચાર સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી
ભારતીય ખેલાડીઓને ટુર્નામેન્ટમાં સારી સ્પર્ધા મળી રહે એવા ઉદ્દેશ સાથે મૂળ ગુજરાતની ભારતની ટોચની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના સાથે સહજા યમલાપલ્લી, ઋતુજા ભોસલે અને મહારાષ્ટ્રની આશાસ્પદ કિશોરી વૈષ્ણવી અડકરને સિંગલ્સ મેઇન ડ્રોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. મુંબઈ ઓપન ડબલ્યુટીએ 125કે સિરીઝ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન મહારાષ્ટ્ર સ્ટેટ લોન ટેનિસ અસોસિએશન અને ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.આયોજક સમિતિના સભ્યો સંજય ખંદારે અને પ્રવીણ દરાડેએ જણાવ્યું હતું કે મને અમારા ખેલાડીઓને વિશ્વ કક્ષાની સ્પર્ધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટને ભારતમાં પાછી લાવવામાં આનંદ થાય છે. હું દેશમાં મહિલા ટેનિસના પ્રોત્સાહનને સમર્થન આપું છું. મને ખાતરી છે કે વર્ષની શરૂૂઆતમાં આટલી મોટી ઇવેન્ટ યોજાવાથી અમારા ખેલાડીઓને તેમના રેન્કિંગ્સમાં સુધારો કરવામાં અને વિશ્વ સ્તરે ઉચ્ચ સ્તરની ઇવેન્ટ્સમાં ભાગ લેવામાં મદદ મળશે.