મોદી વિરૂધ્ધ સૈનિકોને ઉશ્કેરણી: આતંકી પન્નુ સામે કેસ નોંધાયો
અમેરિકામાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે વધુ એક ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પન્નુ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે, જેમાં તેના પર ભારતીય સૈનિકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાવવા અને તેમને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા અટકાવવા માટે 11 કરોડ રૂૂપિયાનું ઈનામ જાહેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
NIA દ્વારા નોંધાયેલી FIR મુજબ, પન્નુએ આ વર્ષે 10 ઓગસ્ટે પાકિસ્તાનના લાહોર પ્રેસ ક્લબ ખાતે એક મીટ ધ પ્રેસ કાર્યક્રમ દરમિયાન આ દેશદ્રોહી જાહેરાત કરી હતી. વોશિંગ્ટનથી વીડિયો દ્વારા સંબોધન કરતા પન્નુએ કહ્યું હતું કે જે કોઈ શીખ સૈનિક પીએમ મોદીને દિલ્હીના લાલ કિલ્લા પર 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવતા અટકાવશે, તેને 11 કરોડ રૂૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આટલું જ નહીં, આ કાર્યક્રમમાં તેણે કથિત નવા ખાલિસ્તાનનો નકશો પણ રજૂ કર્યો હતો. આ નકશામાં તેણે પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશને પણ ખાલિસ્તાનમાં જોડવાની વાત કરી હતી.પન્નુએ એવો દાવો પણ કર્યો હતો કે તેની સંસ્થા પશીખ ફોર જસ્ટિસ (જઋઉં) એ ભારત સામે લડવા માટે એક શહીદ જૂથ બનાવ્યું છે.