રામલીલામાં રાવણે રામને ધક્કો મારતા ધબાધબી
યુપીના અમરોહા જીલ્લાની ઘટનાનો વીડિયો વાઇરલ
યુપીના અમરોહા જિલ્લામાં રામલીલા કાર્યક્રમ દરમિયાન રામ અને રાવણની ભૂમિકા ભજવી રહેલા બે લોકો સ્ટેજ પર લડવા લાગ્યા હતા. આ બધુ અચાનક શરૂૂ થયું જ્યારે દર્શકોએ રાવણની ભૂમિકા ભજવનાર વ્યક્તિ રામની ભૂમિકા ભજવી રહેલા વ્યક્તિને ધક્કો મારે છે. આ વીડિયો એક્સ પર એક મીડિયાકર્મી દ્વારા અપલોડ કરવામાં આવ્યો, જે ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં રામ અને લક્ષ્મણના પાત્રો રાવણની ભૂમિકા ભજવી રહેલા અન્ય વ્યક્તિ પર તીર ચલાવવાનું લક્ષ રાખે છે. ત્યારપછી બંને માણસોએ એકબીજાને મુક્કા માર્યા અને વાળ ખેચ્યા દર્શકો અને બૈકસ્ટેજના લોકો પહોચી બંનેને અલગ કર્યા હતા.
36 સેક્ધડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આ ઘટનાને કેદ કરે છે. નાટક લડાઈમાં ફેરવાઈ જતાં પ્રેક્ષકો ચોંકી ગયા અને સ્થળ પર જ બૂમાબૂમ કરવા લાગ્યા. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે,ઉત્તર પ્રદેશના અમરોહામાં રામલીલા પ્રદર્શન દરમિયાન રામ અને રાવણ વાસ્તવમાં લડી પડ્યા. લોકો મંચ પર પહોચ્યા અને હસ્તક્ષેપ કર્યો એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, રામલીલાની એક્ટિંગ કરતા કરતા અસલમાં મહાભારત થઇ ગયું.